Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

છાયા નવાપરા વિસ્તારમાથી રૂ.1,10,600 ના મુદામાલ સાથે નવ જુગારીઓને પકડી પાડતી પોરબંદર એલ.સી.બી

પોરબંદર : પોરબંદર છાયા નવાપરા વિસ્તારમાથી રૂ.1,10,600 ના મુદામાલ સાથે નવ જુગારીઓને પકડી જુગારનો કેસ પોરબંદર એલસીબીએ શોધી કાઢ્યો છે

  જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર,તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈનીનાઓ દ્રારા હાલમા સાતમ આઠમનો પર્વ ચાલી રહેલ હોય જેથી જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે LCB PI એમ.એન.દવે તથા PSI એન.એમ.ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો એલ.સી.બી. ઓફીસ હાજર હતા

  તે દરમ્યાન ASI બટુકભાઇ વિંઝુડા તથા PC દિલીપભાઇ મોઢવાડીયાને મળેલ બાતમીના આધારે, પોરબંદર છાંયા, નવાપરા, રામનાથ મંદિર સામે, આરોપીબેન રૂડીબેન વા/ઓ રામા રાજાભાઇ ઓડેદરા,(ઉ.વ-૩૫) (  રહે, છાંયા, નવાપરા, રામનાથ મંદિર પાસે, પોરબંદર )  પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અગંત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા આરોપી(૧) જયેશ કેશુભાઇ  મોઢવાડીયા, (ઉ.વ-૩૯) ( રહે, છાંયા) (૨) ભરત લીલાભાઇ ઓડેદરા (ઉ.વ-૩૭) ( રહે, બોખીરા ) (૩) જયેશ રાજાભાઇ ઓડેદરા(ઉ.વ-૨૩) ( રહે, છાંયા) (૪) જીજ્ઞેશ ભગવાનજીભાઇ સલેટ ( ઉ.વ-૩૫) (રહે, છાંયા,) (૫) કરણ જયમલભાઇ ઓડેદરા (ઉ.વ-૨૨) ( રહે, છાંયા)(૬) અજીત જેઠાભાઇ પરમાર,( ઉ.વ-૨૭) ( રહે, છાંયા),(૭) હિતેશ કેશુભાઇ ઓડેદરા(ઉ.વ-૨૦)( રહે, છાંયા)(૮) ભીમા ગાંગાભાઇ ભુતિયા(ઉ.વ-૨૪)( રહે, દેરોદર ગામ )(૯) રૂડીબેન વા/ઓ રામા રાજાભાઇ ઓડેદરા( ઉ.વ-૩૫) (રહે, છાંયા, પોરબંદર )ના કબ્જામાથી ગંજીપતાના પાના તથા રોકડા રૂા. ૭૬,૧૦૦ તથા મો.ફોન નંગ-૦૮ કિ.રૂા.૩૪,૫૦૦ મળી કુલ રૂા. ૧,૧૦,૬૦૦ ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે. અને કમલાબાગ પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

કામગીરીમાં  પોરબંદર LCB PI એમ.એન.દવે,  PSI એન.એમ.ગઢવી, ASI  રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, તથા HC સલીમભાઇ પઠાણ, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, WHC રૂપલબેન લખધીર,  PC દિલીપભાઇ મોઢવાડીયા, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલ હતા.

(10:20 am IST)