Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

જખૌ દરિયામાં અજાણી બોટ મળ્યા હોવાના ઈનપુટ મળતાં સુરક્ષા દળોમાં ભારે દોડધામ

કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા તપાસ શરૂ:સુરક્ષા એજન્સી એલર્ટ

 

ભુજ : સેન્ટ્રલ આઈબીએ થોડાં દિવસ પહેલાં જ કચ્છ પાકિસ્તાન બોર્ડરથી આતંકીઓ ઘૂષણખોરી કરી શકે છે તેવા ઈનપુટ મળ્યા હતા. ત્યારે કચ્છના જખૌ દરિયામાં અજાણી બોટ મળ્યા હોવાના ઈનપુટ મળતાં સુરક્ષા દળોમાં દોડધામ મચી ગઈ હતી.

  જાણવા મળ્યા મુજબ બિનવારસી બોટ મળી આવતાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. માછીમારોની ઓફ સિઝન વચ્ચે દરિયામાં બોટ જોવા મળી હોવાને કારણે પણ સુરક્ષાને લઈ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

    15મી ઓગસ્ટના પગલે દેશભરમાં સુરક્ષા એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ ઈન્ટેલિજન્સ બ્યૂરોએ આતંકી હુમલાનું એલર્ટ આપ્યું હતું. ત્યારે વધુ એકવાર આઈબીએ કચ્છ બોર્ડરને લઈ એલર્ટ આપ્યું હતું કે, કચ્છ-પાક બોર્ડર પરથી આતંકીઓ ઘૂષણખોરી કરી શકે છે. જે બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

    સેન્ટ્રલ આઈબીએ ગુજરાત પોલીસને આતંકી એલર્ટ આપ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, કચ્છ ખાતે આવેલી ભારત-પાકિસ્તાન સીમા પરથી આતંકીઓ ઘૂષણખોરી કરી શકે છે. આઈબીના આ એલર્ટને પગલે મરિન અને બોર્ડર પોલીસે સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો હતો. અને સતત બોર્ડર એરિયા પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

(11:04 pm IST)