Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

આટકોટના ખડાવા ગામની સીમ નજીકથી રૂ. ૫.૬૭ લાખનો ૧૩૧૩ બોટલ દારૂ ઝડપાયો

ટ્રક સહિત રૂ. ૨.૬૮ લાખનો મુદામાલ કબજે કરતી સાયબર સેલ રાજકોટ રેન્જ સ્કવોર્ડ

રાજકોટ તા ૧૪  :  ડી.જી.પી.શ્રી તરફથી કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદિપસિંહ સાહેબનાઓએ સાયબર સેલ પો.સ.ઇ. શ્રી પ્રવિણસિંહ સરવૈયાજાઓને હોટલ-ધાબા સી.સી.ટી.વી. ચેકીંગ કરવા સુચના આપતા, સાયબર સેલ પો.સ.ઇ. સરવૈયા તેમજ સ્ટાફના હે.કો. સંદિપસિંહ રાઠોડ તથા હે.કો. ભરતસિંહ પરમારનાઓ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આટકોટ પો.સ્ટે. વિસ્તારના દડવા ગામની સીમ નજીક આવેલ હોટલ વીર વછરાજ ખાતે આવી સી.સી.ટી.વી. ચેકીંગ કામગીરી હાથ કરતા તે દરમ્યાન હોટલ પાર્કિગમાં આર.જે.-૧૪ જી.જે ૧૧૪૮ નો ટ્રક શંકાસ્પદ જણાઇ આવતા સદર ટ્રકની જીજ્ઞવટભરી તપાસ કરતા ટ્રકની ડ્રાઇવરખ્કલીનર સીટની પાછળના ભાગે બનાવેલ ચોરખાનામાં તેમજ ટ્રકની કેબીન તેમજ બોડી વચ્ચેના ભાગે બનાવેલ ચોર ખાનામાં અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટના ઇૅગ્લીશ દારૂની બોટલો નંગ ૧૬૬૩, કિ. રૂ. ૫,૬૭,૯૦૦/ તેમજ ટાટા ટ્રક નં. આર.જે.-૧૪ જીજે ૧૧૪૮ કિે.રૂ.૧૫,૦૦,૦૦૦/- વિ. સહીતના કુલ રૂ. ૨૦,૬૮,૯૦૦/- નો મુદામાલ હસ્તગતકરી ટ્રકના માલીક મહોંમદ જાવીદ ફદરૂદીન રહે. જયપુર રાજસ્થાન તથા સ્થળ પર હાજર મળી નહીં આવેલ સદર ટ્રકના ડ્રાઇવર તથા અન્ય તપાસમાં ખુલે તે તમામ ઇસમો વિરૂધ્ધ આટકોટ પો.સ્ટે. પ્રોહીબીશન એકટ અંતર્ગત ગુનો રજી. કરાવવામાં આવેલ છે.

(3:32 pm IST)