Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

કચ્છનાં ૨ પોલીસ અધિકારીઓને કાલે પોલીસ મેડલથી સન્માનીત કરાશે

રાજકોટ તા.૧૪: સ્વાસંત્રતા દિવસના એક દિવસ પૂર્વે દેશના પોલીસકર્મીઓને પોલીસ મેડેલ આપવાની જાહેરાત થઇ છે. જેમાં ગુજરાતના ૧૩ પોલીસકર્મીઓ છે. જેમાં ગાંધીધામના ડીએસપી સબ્બીર અલી સૈયદ કાઝી, સીઆઇડી ડીન્ટેલીજન્સના પીઆઇ શૈલેષ રાવલને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે.

આ ઉપરાંત અન્ય ૧૨ પોલીસકર્મીઓને પણ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આણંદ પેટલાદના ડીવાયએસપી રજનીકાંત સોલંકીને પોલીસ મેડલ એનાયત કરાશે.

આ ઉપરાંત ટ્રાફિક પોલીસ બીડિવિઝનના આસિ. કમિશનર ઓફ પોલીસ આકાશ પટેલ, પિયુષ પિરોજિયા, પ્રતિપાલસિંહ ઝાલા, મુકેશચંદ્ર પટેલ, નરેશ કુમાર સુથાર, લલિત કુમાર મકવાણા, પ્રતાપજી ચૌહાણ, સત્યાપાલસિંહ તોમર, ચેતનસિંહ રાઠોડને પોલીસ મેડલથી સન્માનિત કરાશે.

(3:16 pm IST)
  • પાકિસ્તાનના કરાંચીમાં જન્મેલી તથા શ્રી નરેન્દ્ર મોદીને ભાઈ ગણતી મહિલા કમર મોહસીન હસન રાખડી બાંધવા દિલ્હી પહોંચી : છેલ્લા 24 વર્ષથી રાખડી બાંધવાનો ક્રમ ચાલુ છે access_time 12:40 pm IST

  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST

  • અમિતભાઇ શાહ સાંજે કાશ્મીર જવા રવાના થશે : ૩૭૦મી કલમ નાબુદ કર્યા પછી દેશના ગૃહમંત્રી પ્રથમ વખત શ્રીનગર જઇ રહયા છેઃ ૧૬મીએ દિલ્હી પરત ફરશે access_time 1:15 pm IST