Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ભુજના માધાપર ગામે તબીબ વિરૂદ્ધ સગીરા ઉપર દુષ્કર્મની ફરિયાદ- કચ્છના તબીબી આલમમાં ચકચાર

ભુજને અડીને આવેલા માધાપરમાં યુવાન તબીબ વિરુદ્ધ સગીરા ઉપર દુષ્કર્મની ફરિયાદે કચ્છના તબીબી આલમમાં ચકચાર સર્જી છે. ભુજ બી ડિવિઝન પોલીસમાં ભોગ બનનાર સગીરાના પરિવારે ફરિયાદ લખાવી છે, તે મુજબ માધાપર ગામે હોમિયોપેથીક પ્રેક્ટિસ કરતા ડો. હર્ષ રમેશ ગઢવીએ તેમની ૧૭ વર્ષીય સગીરાને ટ્યુશન આપવાના બહાના તળે ભોળવીને ૩ થી ૪ વાર દુષ્કર્મ આચર્યું હતું. ૧૨ માં ધોરણમાં સાયન્સ સબ્જેક્ટમાં ભણતી ૧૭ વર્ષીય સગીરાને ડો. હર્ષે બાયોલોજીનો સબ્જેક્ટ  શીખવવા માટે જણાવ્યું હતું, તે માટે છેલ્લા ઘણા સમયથી આ સગીરાએ ડો. હર્ષ પાસે બાયોલોજીનું ટ્યુશન લેવાનું ચાલુ કર્યું હતું. આ દરમ્યાન આ તબીબે સગીરા સાથે ફ્રેન્ડશીપ બાંધી સોશ્યલ મીડીયા દ્વારા ચેટ કરીને નજદીકી કેળવી હતી. આ નજદીકી નો ગેરલાભ ઉઠાવી ડો. હર્ષે સગીરાને ઘેર ચોરી છુપી જઈને શરીર સબંધ બાંધ્યો હતો. દરમ્યાન આ વાત સગીરાની માતાને ધ્યાન આવી જતાં તબીબનો ભાંડો ફૂટી ગયો હતો અને પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી દીધી છે. ભુજ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:16 pm IST)
  • મોદી સરકારને રાહત : જુલાઇમાં ૧.૦૮ ટકા મોંઘવારી દર રહ્યો access_time 1:14 pm IST

  • તાતા સન્સના ચેરમેન શ્રી ચંદ્રશેખરનને દર વર્ષે રૂ. ૬૫.૬૬ કરોડનો વાર્ષિક પગાર મળે છે. મહિને લગભગ સાડા પાંચ કરોડ તેઓ મેળવે છે. access_time 12:06 am IST

  • બિહારઃ મોદી રાખડીનો દબદબોઃ ડાયમંડ નહિ પણ માત્ર મોદીની રાખડીઓ ધુમ મચાવે છે access_time 1:15 pm IST