Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

જામનગરની મુખ્ય બજારમાં ટ્રાફિક અને દબાણના પ્રશ્ને વેપારીઓ લડાયક મૂડમાં : ઉકેલ નહિ આવે તો દુકાનો બંધ રાખીને ઉપવાસ આંદોલનની ચીમકી

રેંકડી, પાથરણા વાળા અને રિક્ષાવાળાનો ત્રાસ ; વેપારીઓએ મેયરને આપ્યું આવેદનપત્ર

જામનગર ;શહેરમાં ટ્રાફિક સમસ્યા વર્ષો જુની છે,  બર્ધન ચોક, શાકમાર્કેટ, દરબારગઢ લીંડી બજારમાં શુ સ્થિતિ વિકટ છે પોલીસ અને મનપાની દબાણ હટાવ શાખા દ્વારા અહીં કરવા પુરતી કામગીરી થાય છે, અને પછી તંત્રની ધાકનો અભાવ કહો કે હપ્તાખોરીના ખેલ અહીં જૈસે થે જેવી સ્થિતિ થઇ જાય છે, ત્યારે આ તમામ વિસ્તારોમાં મોડે પણ હવે ટ્રાફિક અને દબાણ ની સમસ્યા નો કાયમી ઉકેલ આવે તે માટે જામનગર વેપારી મહામંડળ આગળ આવ્યું છે, અને મેયરને મુદ્દા સર આવેદનપત્ર પાઠવી અને યોગ્ય થવા રજૂઆત કરવામાં આવી છે,

   આવેદનપત્ર મુજબ વેપારી આ અણઉકેલ પ્રશ્નથી ત્રાહિમામ થઇ ગયા છે, અને આસમસ્યા નો કાયમી ઉકેલ શા માટે નથી આવતો તે સંશોધનનો વિષય બની ગયો આ સમસ્યા જડમૂળથી ખતમ થવી જોઈએ જેની શરૂઆત આજે વેપારીઓએ કરી દીધી છે, અને રેકડી, પથારી અને રીક્ષાવાળાને દાદાદીગીર સામે વેપારી ખૂબ તણાવમાં હોય આવતા દિવસમાં જો સમસ્યાઓનો નિકાલ ના થાય તો દુકાન બંધ કરીને વેપારીઓ ઉપવાસી છાવણી નો પ્રારંભ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરશે..

(1:56 pm IST)