Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ઉઘાડું ડિંડક :મીઠાપુરમાં ટાટા કંપની નજીક મુકાયેલ પ્રદુષણ માપવાનું મશીન જ હટાવી લીધું; લોકોમાં આશ્ચર્ય સાથે શંકા

સિમેન્ટ પ્લાન્ટ બંધ હતો ત્યારે મુકાયેલ મશીન પ્લાટ શરૂ થતા પ્રદુષણની ફરિયાદ હોવા છતાં હટાવી લેવાયું ;સેમ્પલના નાટક થયાની ચર્ચા

મીઠાપુર માં આવેલી દાયકાઓ જૂની ટાટા કંપની નજીક પ્રદૂષણ માપવાનું મશીન પ્રદૂષણ બોર્ડ દ્વારા થોડા દિવસો પૂર્વે મુકવામાં આવ્યા બાદ હટાવી લીધાનું જાણવા મળ્યું છે, જામનગર પ્રદુષણ બોર્ડના રીજીયોનલ અધિકારી સુત્રેજા સહિત ની ટીમ કંપની નજીક આવેલ દેવપરા ગામ ખાતે પહોંચી હતી,દેવપરા ગામના એક સ્થાનિક દ્વારા પ્રદુષણ બોર્ડ ને મીઠાપુર સ્થિત ટાટા કંપની હવા અને પાણીનું પ્રદૂષણ ફેલાવી રહી હોવાની ફરિયાદ કર્યા બાદ અધિકારી ફરીયાદ ને આધારે હવા અને પાણીના સેમ્પલો લીધા હતા અને સતત મોનીટરીંગ થાય તે માટે ખાસ મશીન પણ મૂકવામાં આવ્યુ હતું પરંતુ થોડા દિવસમાં જ તે મશીન હટાવી લેવાતા લોકોમાં આશ્ચર્ય સાથે શંકા ફેલાઈ છે

   ટાટા કંપનીનો સિમેન્ટ પ્લાન્ટ બંધ હતો તે દરમ્યાન આ મશીન મુકાયુ હતું બાદમાં પ્લાન્ટ શરૂ થયો અને મશીન હટાવી લેવાયુ હતું તંત્ર દ્વારા જણાવ્યું હતું કે કાયમી આ મશીન મુકવા ન હતી માત્ર થોડા દિવસ એર પોલ્યુશન મોનીટરીંગ માટે મુક્યું હતું અને માટે જ હવે હટાવી લીધુ છે પરંતુ બીજી તરફ લોકોને શંકા છે કે આવી રમત કરતા તંત્ર ફરિયાદ કરનાર લોકોને સંતોષ ન આપ્યો પરંતુ કંપનીને ચોક્કસ સંતોષ આપ્યો ઉપરાંત જે નમૂના લેવાયા હતા તેના રિપોર્ટ હજુ જાહેર થયા નથી

  જોકે બોર્ડના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ એકંદર સબ સલામત નો રિપોર્ટ આપ્યો છે જ્યારે હેડ ઓફિસ થી જાણવા મુજબ બે ત્રણ બાબતો એ તકેદારી રાખવા ટાટા ના આ મીઠાપુર યુનીટોને નોટિસ અપાઈ છે આમ સ્થાનિક કચેરીઓ અને વડી કચેરી ની માહીતીઓ વચ્ચે વિરોધાભાસ જોવા મળે છે

  સેમ્પલો લેવાય છે, પણ પછી શું તે પણ જાહેર થવું ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા ફરિયાદ પરથી વિવિધ કંપની અને તેની આસપાસ થી હવા, પાણી વગેરેના સેમ્પલ તો લેવામાં આવે છે, સેમ્પલ લીધા બાદ કા તો રિપોર્ટ આવતા બહુ લાંબો સમય નીકળી જાય છે,કાં તો રિપોર્ટ દબાઈ જાય છે

 

(1:46 pm IST)
  • જુલાઈ મહિનામાં દેશની નિકાસમાં ૧.૩૨ અબજ ડોલરનો વધારો થયો છે: જૂનમાં નિકાસ કુલ ૨૫.૦૧ અબજ ડોલર હતી જે જુલાઈમાં વધીને ૨૬.૩૩ અબજ ડોલર થઈ છે. access_time 11:57 pm IST

  • અમિતભાઇ શાહ સાંજે કાશ્મીર જવા રવાના થશે : ૩૭૦મી કલમ નાબુદ કર્યા પછી દેશના ગૃહમંત્રી પ્રથમ વખત શ્રીનગર જઇ રહયા છેઃ ૧૬મીએ દિલ્હી પરત ફરશે access_time 1:15 pm IST

  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST