Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

કચ્છના કંડલાથી ઉત્તરપ્રદેશ સુધી એલપીજી પાઇપ લાઇન નંખાશેઃ૧ મહિનામાં કામગીરીનો પ્રારંભ

ભુજ તા.૧૪ : દુનિયાની સૌથી લાંબી એલપીજી પાઇપલાઇન તરીકે ગુજરાતના કંડલા બંદરને ઉત્તર પ્રદેશના ગોરખપુર સાથે જોડનારી ર,૭પ૭ કિ.મી. લાંબી પાઇપ લાઇનનું નિર્માણ આઠથી દસ માસમાં શરૂ થઇ જશે. જે અંદાજીત રૂ.૧૦ હજાર કરોડના ખર્ચે આકાર લેનારી આ પરિયોજના માટે ત્રણ સરકારી ઓઇલ અને ગેસ કંપનીઓ વચ્ચે જુન માસમાં કરાર થયો હતો.

આ સંયુકત યોજનાની પહેલી બેઠક પણ જુલાઇમાં થઇ ચુકી છ.ે અન્ય સંબંધિત પ્રક્રિયાઓ પુરી કરીને તેનું નિર્માણ કાર્ય વધુમાં વધુ દસ માસમાં શરૂ થઇ જશે. અને એકવાર ફરી શરૂ કર્યા પછી તેને ૩૬ મહિનાની અંદર પુરૂ કરાશે. આ પાઇપ લાઇન ગુજરાતથી વાયા મધ્ય પ્રદેશ સુધી જશે.

(1:25 pm IST)