Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

પોરબંદરમાં નગીનદાસ મોદી મથુરાદાસ ગુપ્તા દયાળભાઇ વઢિયા સહિત સપૂતોએ જીવના જોખમે સ્વાતંત્ર્ય લડત ચલાવેલ

૭ર વર્ષ પહેલા સ્વતંત્ર્ય દિનની પ્રથમ દબાદબાભેર ઉજવણીને જૂની પેઢી આજે પણ યાદ કરે છેઃ ઝવેરી બજાર સહિત બજારોમાં કેળના પાન અને નાળીયેરીથી શણગારેલઃ શહેરની ગલી ગલીએ તિરંગાનો શણગાર થયેલ

પોરબંદર તા.૧૪ : વિક્રમ સંવત ર૦૭પ શ્રાવણ શુદ ૧પ ગુરૂવાર તા.૧પ ઓગસ્ટ ર૦૧૯ ભારતની આઝાદી ૭૩ તોંતેર વરસમાં મંગલ પ્રવેશ કરેલ છે. જયારે ભારત યાને હિન્દુસ્થાન અંગ્રેજી શાશન ગુલામીમાંથી મુકલ યાને સ્વતંત્ર થયંુ ત્યારે એક અનરી ઉત્સાહ હતો ત્યારે હિન્દુસ્તાન-ભારતની સંસ્કૃતી પ્રમાણે તા.૧૪ ઓગસ્ટ ૧૯૪૭ મધ્ય રાત્રીના ૧ર(બાર) વાગે હિન્દુસ્તાન ભારતમાતાની ગુલામીની બેડી ફરી ભારત માતા મુકત બની જયારે ઇસ્વીશન ખ્રિસ્તી-મિશન પ્રમાણે તા.૧પ ઓગસ્ટ ૧૯૪૭ વહેલી સવારની રાત્રી હતી અંગ્રેજી શાશક તારીખ પ્રમાણે તા. ૧પ ઓગસ્ટ ગણતંત્ર ત્રિદિવસ ઉત્સવ ઉજવાયેલ તા.૧પ-૧૬-૧૭ ઓગસ્ટ ૧૯૪૯ આ દિવસોની યાદ આવતા એક જબરજસ્ત ઉમીદ સાથે સૌના દિલમાં એક અનેરો હરખ આંખમાં તેજ ત્યારે પોરબંદરની વસ્તી પપ થી ૬૦ પંચાવનથી સાઇઠ હજારની આસપાસ હશે. ત્યારે પોરબંદરની ઝવેરી બજારનું મહત્વ સાથે હાલનો એમ.જી.રોડ તે મોટી બજાર તરીકે શિરમાય મુગટ હતો.

પોરબંદરની ઝવેરી બજારનો શણગાર નાગરીકોનો ઉત્સાહ એમ.જી.રોડ મોટી બજારનો થનગનાટ રોશની શણગાર આજપણ ભુલાતા નથી ઝવેરી બજારમાં નગરપાલીકા દ્વારા કમાન બનાવી આસોપાલવ કેળપાન, નાળીયેરના તાલાથી શણગારેલ તેવી એમ.જી.રોડ મોટીબજાર શણગારાયેલ સ્વયંભૂ ઇલેકટ્રીક લાઇટની રોશની વ્યાપારી દુકાનો અને રહેણાંક મકાનો પર ત્રિંગાના રાષ્ટ્રધ્વજના તોરણ વચમાં ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ઝવેરી બજારના રાજમારગો રંગબેરંગી લાકડાના વેરા ભુકકાથી રાજમારગની સુરત બદલી નાખી અને ઉપરના ભાગે નેટ બાંધી શણગારેલ શહેરનો એકપણ ખુણો કે શેરી એવી નહીં હોય કે તેમણે ત્રિરંગાનો શણગાર સર્જલ ન હોય જયારે ખારવાવાડ વિસ્તાર જુના જેટ્ટીબંદર કોઇ અનેરો રૂવાબ જોવા મળેલ બંદરીય મિલ્કતો જહાજોનો શણગાર આકર્ષક રહેલ જયારે બીજી લઘુમતી કોમનો રહેણાંક વિસ્તાર વ્યાપારીનો સુતારવાડા બારોબાર ગણતો પ્લોટ વિસ્તાર ઠકકર પ્લોટ, સ્ટેશન પ્લોટ યુગાન્ડા રોડ, વાડી પ્લોટ, ભોજેશ્વર, ભાાવેશ્વર પ્લોટ વિસ્તાર રહેણાંક વિસતાર પાંખો છતા રોશનથી ઝહળતો બનેલ સુદામા ચોક જુની કોર્ટ (હજુર કોર્ટ) માણેક ચોક, ત્રણ દરવાજા કમાનો નગરપાીલકા (જુની) સ્ટેટ લાયબ્રેરી, હનુમાન ચોક ફુવારો સુદામા મંદિર રાજય હસ્તક તમામ સરકારી મિલ્કતો વી.જ. મદ્રેસા હાઇસ્કુલનો શણગાર ભુલતો નથી.

જયારે સૌથી મોટુ   આકર્ષક તા.૧પમી ઓગસ્ટ ૧૯૪૭ વહેલી સવાર મધ્ય રાત્રીનું શહેરનું અનેરૂ આકર્ષક સુદામા રોડ બાલા હનુમાન મંદિર ચોકમાં આવેલ સ્વ. ગોવિંદજી ગભીરનું કલાભવન વિશ્વકર્મા એન્જીયરીંગ રોશનીથી શણગારેલ.

હિન્દુસ્તાન ભારતની આઝાદી મેળવવા પ્રારંભ બ્રિટીશશાશનના એક સિપાહી મંગલ પાંડેથી થયો મંગલ પાડે બ્રાહ્મણ હતા ત્યારથી સ્વતંત્ર ભારત-હિન્દુસ્તાન અંગ્રેજી શાશનમાં મુકત થવાની શરૂઆત થઇ પરિણામ નજરમાંથી છે. અનેક નવ લોહીયાએ ભારત માતાની મુકિત માટે હસતા હસતા પ્રાણ ન્યોછાવર કર્યા રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજી પોરબંદરના પનોતા પુત્ર સ્વ. મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકાથી આવી હિન્દુસ્તાનમાં અહિંસક સત્યાગ્રાહના મંડાણ થયા અહિંસક સત્યાગ્રાહ આંદોલન નામ રહ્યું પરંતુ તેમાં પણ લોહી રેડાયેલ છે. સ્વ. સુભાષચંદ્ર બોઝનું આંદોલન અહિંસક રહેલ નહી તેમની વિચારધારા અલગ હતી રાષ્ટ્રપિતા સાથે તેમની વિચારધારા અનેક મહાપુરૂષ માતાઓ રહેલ પૂ. કસ્તુરબાનો ફાળો મહત્વ પૂર્ણ રહ્યો છ.ે

આ સ્વતંત્રતા આંદોલનમાં સૌરાષ્ટ્રના અનેક સ્વતંત્ર વિરો યુવઓ- યુવતી જોડાયેલ છે પોરબંદરની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છ.ે

સ્વતંત્ર રોશનીઓ અને રાજયના વહીવટી તંત્ર વચ્ચે થયેલ સંઘર્ષ અને રાજાના દમન વિશે સ્વ. મથુરાદાસગુપ્તા(સ્વ. શિક્ષક તેમજ સૌરાષ્ટ્ર રાજયમાં ધારાસભ્યા તેઓશ્રીએ લખેલ પોરબંદરની આઝાદી લડતના સંભારણામાં માહિતી મળે છ.ે સ્વ. મથુરાદાસ ગુપ્તા વલ્લભદાસ ઢાંકી દયાળભાઇ વઢીયા, વિગેરે ૬પ થી વધુ સત્યાગ્રહીઓએ ગાંધીવિચારનો પ્રચાર કરવા બદલ ર થી ૮ માસનો કારાવાસ ભોગવેલો મરણતોલ માર સહન કરેલો ગાંધી ટોપી પહેરવા બદલ રાજા તરફથી કોઇને જાહેરમાં ફટકારવામાં આવ્યા હોય તેવું કદાચ બીજા રાજયમાં બન્યુ નહી હોય.

સ્વાતંત્ર્ય સંગ્રામને લગતા બધા સાહિત્ય પર પ્રતિબંધ હતો ત્યાં સુધી કે પોરબંદર રેકોર્ડ ઓફિસમાં નોંધાવા પ્રમાણે રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી લિખીત 'હિન્દ સ્વરાજ' પર પોરબંદરમાં પ્રતિબંધ હતો.

પોરબંદરના સપુત મહાત્માં ગાધી જયારે આખા દેશની લડતનું સુકાન સંભાળતા હતા ત્યારે પોરબંદર વાસીઓને અંગ્રેજો કરતા રાજસત્તા તરફથી વધારે વેઠવંુ પડયું એ આશ્ચર્ય પમાડે તેવી દુઃખદ વાસ્તવિકતા છે.

ક્રાંતી ગીતાંજલી, રાષ્ટ્રવિણા, સત્યાગ્રહી નુતન ભણાકાર સ્વરાજ પ્રતિજ્ઞા જલિયાવાલા બાગ, સ્વેશ કા સંદેશ, દેશભકતી પ્રતાપ, હિન્દ સ્વરાજ વંદે માતરમ્ સત્યાગ્રાહ સમાચાર અલ્લાહબાદ, જનરલ ડાયશ ઔર જલિયાવાલા બાગ, ગાંધી ગીતાંજલી, ભગવાન ગાંધી, રાષ્ટ્રીય બ્યુગલ સમાચાર પત્ર બધા જ પ્રકાશનો અને પુસ્તકો ઉપર પ્રતિબંધ હતો એટલો અંદાજ સ્પષ્ટ આવી શકે કે પ્રજાને બેવડી ગુલામી સહન કરવી પડતી જો અંગ્રેજો જશે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બનશે. તેથી રાજાઓ આઝાદીની લડતનો વિરોધ કરતા રજવાડાઓને તેવી ભીતી હતી જેથી આઝાદીની લડતનો વિરોધ કરતા પોરબંદરના મહારાણાએ પણ આ ડરને લીધે તેમના લીમડીના શ્વસુર પક્ષના સગાની મદદથી ગાંધીવાદીઓ અને ખાદીધારીઓ ઉપર ઘણા જુલમ કર્યા.

પોરબંદર બાપુની જન્મભૂમિ હોવાથી ભારતમાંથી ઘણા ક્રાંતિકારીઓને અહી આવવાનું આકર્ષણ રહેતુ તેના પ્રવેશને રોકવા બધા જ પ્રયત્નો કરવામાં આવતા સામાન્ય પ્રજામાં સ્વરાજ અને ગાંધી ટોપી વિશે એવી ધાક બેસાડવામાં આવેલી કે નાગરીક તો સ્વતંત્ર સંગ્રામ વાત કરતા પણ ગભરાતા છતા કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓએ જાનના જોખમે પણ આ લડત ચલાવી.

સ્વ.નગીનદાસ મોદી

રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજી ૧૯૧પમાં દેશમાં આવ્યા તે પહેલાના તેમના સંપર્કમાં હતા હિરજન સેવા, મીઠાનો ઘોેલરા સત્યાગ્રાહ પ્રભાતફેરી, વગેરે કાર્યક્રમો કર્યા છાંયામાં ૧૯ર૮માં ગાંધીજીની પ્રેરણાથી આશ્રમ ચાલુ કર્યો ત્યાં હરિજન સેવાની પ્રવૃતિ ચાલુ કરી હાલ પણ ત્યાં હરિજન છાત્રાલય છ.ે સને ૧૯૪ર ની લડતમાં વૃદ્ધ હોવા છતા જોડાણ અને નવીબંદરમાં ૮ આઠ માસની જેલ ભોગવી.

સ્વ.મથુરાદાસ ગુપ્તા

સને ૧૯ર૮માં કાઠિયાવાડ પરિષદમાં સ્વયંભુ સેવક ૧૯૩૯ માં દુષ્કાળ રાહત કાર્ય ૧૯૪ર ના સંગ્રાહમાં નવીબંદર ૮ આઠમાસની જેલ અને મરણતોલામાર સહન કર્યો સૌરાષ્ટ્ર બંધારણ સભામાં કોંગ્રેસે સામેથી ટિકીટ આપી અને બિનહરીફ ચૂંટાયા, બે કોલેજ બેક સ્કુલ અને ખાદીગ્રામોદ્યોગ ભંડારનું નિર્માણ સ્વાતંત્ર્ય સેનાનીને મળતા પેન્શનનો અસ્વીકાર કરેલ.

સ્વ.વલ્લભદાસ ખુશાલ ઢાંકી

સને ૧૯ર૦ માં દારૂના પીઠા પર પીકેટીંગમાં માર સહન કર્યો સને ૧૯ર૮ માં પરદેશી કાપડનો બહિષ્કાર સને ૧૯૩૦ ની લડતમાં કારાવાસ.

સ્વ. દયાળભાઇ હરિદાસ વઢિયા, ઉર્ફે વાવાઝોડુ

નવીબંદર ખારવા જ્ઞાતિના સામાન્ય ગરીબ મજૂર વર્ગના માણસ, ચણાજોર ગરમની ફેરી કરી ગુજરાન ચલાવે, દારૂ નિષેધ, અને સ્વદેશી માટે શેરીએ શેરીએ  ફરી પ્રચાર કરેલો. પ્રજા તેમને સરદાર વાવાઝોડું કહીને બોલવાતી, અનેકવાર જેલ સહન કરી અને લોહી લુહાણ થઇ જાય તેટલો માર સહન કરી અને લોહી લુહાણ થઇ જાય તેટલો માર સહન કર્યો પણ અણનમ રહ્યા હાથમાં ઇજા થયેલ. ભારત સરકારે સ્વાતંત્રય સંગ્રામમાં લડત આપનાર ઝલક આપતી ખાસ સ્પેશ્યલ પ્રદર્શનીય ટ્રેન ભારતમાં ફેરવેલ તેમાં પોરબંદરના સ્વ. શ્રી દયાળભાઇ હરિદાસ વઢિયાનો એક ખાસ સ્પેશ્યલ કોચ જોડેલ જેમાં તેઓશ્રીની લડત સત્યાગ્રહના ફોટા મુકેલ.

સ્વ. હરજીવનદાસ ઢાંકી

સને ૧૯ર૦ થી કલકતાનો ધીકતો વેપાર ઘોડાને પોરબંદરના સાર્વજનીક કાર્યોમાં જોડાયા, ભારતોદય મંડળના વર્ષો સુધી પ્રમુખ સને ૧૯૪ર ની લડત વખતે નવીબંદરમાં ૮ માસનો કારાવાસ ભોગવ્યો યાતનાઓ સહન કરી, અટકાય પછી સ્વાસ્થ્ય - આરોગ્ય સારૂ રહ્યું નહીં.

સ્વ. કાંતિલાલ બ્રોકર

સને ૧૯૪ર ની લડતમાં સક્રિય ભાગ લીધો. બ્રિટીશ હિંદના જેલવાસ વિશે તેઓ જાણતા હતાં. પણ મહારાણાએ ફરમવેલો નવીબંદરનો કારાવાસનો ત્રાસ તેમની કલ્પના બહારનો હતો. તેમને ખૂબ માર પડયો, માર મારી કરોડ - રજજ્ુના મણકાઓ તોડી નાખવામાં આવેલા. આખું જીવન પથારી વશ રહ્યા અને હસતા હસતાં દુઃખ સહન કર્યુ. જેમાં ઘણા સ્વાતંત્ર્ય સેનાની પ્રેરણા મળી.

સ્વ.લક્ષ્મીદાસ દાણી

તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજમાં જોડાયા. અને સજા ભોગવી હતાં.

સ્વ. જેઠાલાલ જોષી

પોરબંદરમાં તેમના પર પ્રતિબંધ હોવાથી  ચલાલા, બગસરા, અને જેતપુર રહીને તેમણે પ્રવૃતિઓ ચલાવવી પડતી. આઝાદીની લડતમાં પણ ભાગ લીધો અને સ્વાતંત્ર્ય સેનાની શ્રી વેણીશંકરવાસ-૮ માસની જેલ ભોગવેલ સ્વ.  મથુરાદાસ પારેખ, રાણાવાવના ગઢમાં લાંબા સમય સુધી અટકાયતમાં રહેલા. ચુનીલાલ રાવલ, પ્રતિમલાલ અત્રી,  ગોકલદાસ થાનકી, વાલજીભાઇ સોલંકી (શિક્ષક) બાબુલાલ શાહ,  લક્ષ્મીશંકર પાઠક, ડાયાભાઇ પડીયાર, પ્રભુદાસ શાહ, ડુંગરસી વસનજી શાહ, જગમોહનદાસ શાહ, લગભગ ૬પ થી વધુ સત્યાગ્રહીઓને કારાવાસ થયેલો. લોકમુખે કહેવાય છે કે, એક સ્વાતંત્ર્ય સેનાનીને ફાંસીની સજા થયેલી. ફાંસીનો માંચડો અત્યારે પીડબલ્યુડીના રહેણાંક છે. ત્યાં હતો. (ચોકકસ આધાર મળતો નથી), (આ ફાંસીના માંચડા પર પોરબંદર પંથકમાં હાહાકાર મચાવનાર બે બહાર વટિયા, સીદીયો, ઓસમાણને એક સાથે ફાંસી માચડે લટકાવેલ. અંદાજે સને ૧૯૪પ-૪૬ ની સાલમાં ન્યાયકિય હુકમથી લટકાવેલ ફાંસી આપેલ.(૬.૨૬)

આલેખન :

હેમેન્દ્રકુમાર એમ. પારેખ,

પોરબંદર

ફોન નં. (૦ર૮૬) રર૪ર૭૯૪

(1:22 pm IST)
  • ભારતની વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને " વીરચક્ર " થી સન્માનિત કરાશે : આવતીકાલ 15 ઓગસ્ટના રોજ ઉજ્વાનારા ભારતના 73 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશનું ત્રીજા નંબરનું સર્વોચ્ચ ગણાતું પદક આપી બહુમાન કરાશે access_time 12:16 pm IST

  • કાલે ૧૫ ઓગષ્ટ દેશના તમામ શહેરોમાં એલર્ટ : યાત્રાધામો અને ધાર્મિક સ્થળો ઉપર સઘન -ચાંપતી નજર access_time 3:27 pm IST

  • પાકિસ્તાનના કરાંચીમાં જન્મેલી તથા શ્રી નરેન્દ્ર મોદીને ભાઈ ગણતી મહિલા કમર મોહસીન હસન રાખડી બાંધવા દિલ્હી પહોંચી : છેલ્લા 24 વર્ષથી રાખડી બાંધવાનો ક્રમ ચાલુ છે access_time 12:40 pm IST