Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ગોંડલ-શાપર-વેરાવળમાં એલસીબીના દરોડાઃ વર્લી-ઘોડીપાસાનો જુગાર રમતા ૭ ઝબ્બે

ગોંડલ, તા. ૧પ : ગોંડલ સીટી અને શાપર-વેરાવળમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી વરલી તથા ઘોડીપાસાનો જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી લીધા હતા.

જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી એલસીબીના એમ.એન. રાણા તથા પીએસઆઇ એચ.એ. જાડેજા સ્ટાફ સાથે ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન મળેલ હકીકતના આધારે ગોંડલ વોરાકોટડા રોડ પાસે રાહીલશા યુનુશા શાહમદાર પઠાણ રહે. ગોંડલવાળા વતી વર્લીફીચરના આંકડા લખતો સમીર અકબરભાઇ સુમરા રહે. ગોંડલ વાળાને વર્લી ફીચરના સાહિત સાથે રોકડા રૂ.૧૧,૧૩૦ તથા મોબાઇલ-૧ મળી કુલ મુદામાલ ૧૧,૬૩૦ સાથે નં.૧ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

તેમજ શાપરા-વેરાવળ શિતળામાના મંદિર પાસે ઝુંપડા પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા (૧) શની નાગજીભાઇ સોલંકી કર) રામ રવજીભાઇ સોલંકી (૩) રાજુ બાબુભાઇ સોલંકી, (૪) સાગર નાગજીભાઇ સોલંકી (પ) વિક્રમ ચનાભાઇ સોલંકી રહે. બધા શાપર-વેરાવળ તથા (૬) રમણીકભાઇ ચનાભાઇ સોલંકી રહે. ગોંડલ વાળાને ઘોડીપાસા તથા રોકડ રૂ. ૪,પ૦૦ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના રવિદેવભાઇ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા, મેહુલભાઇ બારોટ તથા મયુરસિંહ જાડેજા રોકાયા હતાં.

(1:20 pm IST)