Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

મુળી બાયપાસ પાસે ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં રના મોત

જોરાવરનગરના જૈન યુવકનુ ટ્રેન હડફેટે મૃત્યુ

વઢવાણ તા.૧૪: સુરેન્દ્રનગરના મુળી બાયપાસ ઉપર આવેલ મેકસન સર્કલ પાસે પુરપાટ જડપે જતા ડમ્પરના ચાલકે ટ્રેલરને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સજાવા પામ્યો હતો અકસ્માતમા બે વ્યકતીઓના મોત થયા છે ત્યારે ઓળખ મેળવવા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે.

બન્ને મૃતકોના ડેડ બોડી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

જોરાવરનગર ખાતે આવેલા ધારા એપાર્ટમેન્ટમાં રહેતા સમ્પક નયનભાઇ શાહ ઉ.વ.૨૫ વાળા પોતે આઇ.સી. આઇ.સી.બેંકમાં ફરજ બજાવતા હતા ત્યારે રાત્રીના સમયે પી.જી.એન.એમ. એસગર્લ્સ સ્કુલ પાસે ભાવનગરથી ધ્રાંગધ્રા તરફ જતા લોકલ ટ્રેનના હડફેટે સમ્પક નયનભાઇ શાહ આવી જતા તેનુ ઘટના સ્થળ ઉપરજ કમકમાટી ભર્યુ મોત નિપજેલ હતુ.

(1:18 pm IST)
  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST

  • કાલે ૧૫ ઓગષ્ટ દેશના તમામ શહેરોમાં એલર્ટ : યાત્રાધામો અને ધાર્મિક સ્થળો ઉપર સઘન -ચાંપતી નજર access_time 3:27 pm IST

  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST