Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

કચ્છ ડબલ મર્ડર પ્રકરણઃ રબારી યુવકનો મૃતદેહ સ્વીકારવા રબારી સમાજનો ઇન્કાર

ભુજ, તા.૧૪: અંજાર હત્યાના બનાવમાં મૃતક યુવાન ખોડાભાઇ લાખાભાઇ રબારી (ઉ.૪૩)ની લાશ હોસ્પિટલમાં પીએમ બાદ સ્વીકારવા માટે રબારી સમાજે ઇન્કાર કર્યો. તસ્કરો પોતાનું બાઇક છોડીને નાસી છૂટયા હોઇ  પોલીસે બાઇક નં.જી.જે-૧૨એજે ૯૪૮ કબ્જે લઇને ચાલુ કરી તપાસ.

હત્યાના બીજા બનાવમાં મૂળ એમપીના સાગર જિલ્લાના રામકૃષ્ણ ગૌડ ઠાકુરે (ઉ.વ.૩૮) પોતાનો જીવ ગુમાવતા  ખાનગી સીકયુરીટી કંપનીના કર્મચારીઓમાં પણ ચિંતાનું મોજું છવાયું. અંજાર પોલીસના પીઆઇ બી.આર.પરમાર અને પીએસઆઇ વી.જી. લાંબરીયા ડબલ મર્ડર કેસની તપાસ ચલાવી રહ્યા છે.(૨૩.૨૩)

(1:14 pm IST)