Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

પોરબંદર ૧૦૩૦ વર્ષ પહેલા જળ વ્યવહારથી વિશ્વના વેપાર સાથે જોડાયેલ : કાલે નામ કરણ દિન

અસ્માવતી ઘાટે નામકરણનું તોરણ બાંધીને બંદરના વિકાસનો પ્રારંભ થયેલઃ સ્થાપનાની રાશી કુંડલી બનાવેલ

પોરબંદર તા. ૧૪: વિક્રમ સવંત ર૦૭પ પવિત્ર શ્રાવણ માસની ૧પ પુર્ણીમાં પોરબંદરના નાગરિકો માટે તેમજ ઇતિહાસ રસીકો માટે યાદગાર ત્રિવેણી સંગમ, તહેવારો ઉત્સવ મિલન ભારત ૭ર વર્ષ સ્વતંત્રતાના પૂર્ણ કરી ૭૩ તોંતેર વરસમાં પ્રવેશ કરે છે. જયારે બીજી તરફ પોરબંદર નામકરણ દિન ૧૦ર૯ પૂર્ણ કરી ૧૦૩૦ એક હજાર અને ત્રીસમાં  વરસમાં પ્રવેશલ છે. સાથો સમગ્ર વિશ્વ સાથે પોરબંદર જળવહેવાર વ્યાપારથી જોડાયેલ. આ દિવસ હતો શ્રાવણશુદ ૧પ તા.૬/૮/૯૯૦ નો વિક્રમ સવંત ૧૦૪૬ સોમવાર સવારે ૮-૧પ વાગે જેઠવાવંશના રાજવી બાષ્કલદેવ યાને બુખ્ખાજી મહારાજે અસ્સમાવતી (ખાડી) નદી અને અરબી સમુદ્રાનું સંગમ સ્થાન અસ્માવતી ઘાટે પોરબંદરનું નામ કરણ કરી પ્રથમ તોરણ બાંધી વિશ્વની સાથે જળવહેવારથી વ્યાપારથી પોરબંદરને જોડયું વ્યાપાર વિકાસ સમૃધ્ધી પ્રગતિ કરતું રહેલ છે. પરંતુ સને ૧૯૮પની સાલ પછી કેટલાક સ્થાપિત હિતોએ વિકાસ રૃંધાવી દીધેલ છે આવતા દિવસો જો જાગૃતિ નહી હોય તો વિશ્વનકશામં જળવહેવારમાં અગ્રીમ સ્થાન ભોગવતું બંદર મુરઝાઇ જશે.

દેશી રજવાડાના શાશનકાળ દરમ્યાન જે સમૃદ્ધિ કાઠીયાવાડ હાલનું સૌરાષ્ટ્રની હતી તે આજે રહી નથી આ સમૃધ્ધિમાં પોરબંદર રાજયકદમાં ઘણું નાનું આવું મર્યાદીત હોવા છતા પોરબંદર શહેર બહારની સમૃધ્ધી વિકાસ જેમને જોયેલ  છ. તે ભૂલી શકતા નથી તમામ સુવિધાઓ પોરબંદરના બંદરમાં ઉપલબ્ધ હતી પોરબંદરના સ્વ.રાજવી મહારાણા શ્રી નટવરસિંહજી જેઠવા ખારવા સમાજને કદી ભુલ્યા નથી હૃદય સ્થાન પર ખારવા સમાજ રાખેલ સમય આંતરે ખારવા સમાજની મઢી હાલના પંચાયત મંદિરે મુલાકાત લેતા વિકાસ મુશ્કેલી વિગેરેની ચર્ચા ખારવા જ્ઞાતિના ર્સ્વસ્થ મોભી સાથે નિખાલસ ચર્ચાઓ સાથે કોઠાસુઝની જાણકારીથી બંદરના વિકાસમાં ધ્યાન આપતા.

સ્વ.મહારાણા શ્રી નટવરસિંહજી જેઠવાનું પોરબંદરના બંદરને બારમાસી બંદરનું સ્વપ્ન હતું ત ેસને ૧૯૭૮ માં ગુજરાત રાજયના રાજકક્ષા ત્યારબાદ પૂર્ણ નાણામંત્રી ધારાસભ્ય સ્વ. માલદેવજી ઓડેદરા સાકાર કર્યું સને ૧૯૮પ પછી સ્થાપિત હિતોએ બારમાસી બંદરની અવદશા શરૂ કરી તેમાં મેલીમુરાદ ધરાવતા રાજકારણીઓની રહી અને પોરબંદરનો જળવહેવાર વ્યાપાર વિકાસ એક સમયે જુની ઓળખ ધરાવતા ઝાંઝીબાર આજનો આફ્રિકા ખંડ તેમજ આરબ રાષ્ટ્રો સાથે સમૃધ્ધી ભરેલ હતો આરબ રાષ્ટ્રોમાંથી સાહસીક સોદાગર આરબો પોતાના વહાણ-જે જુની ઓળખ બગલાની છે. જે તે સમયે ર૦૦ થી ૩૦૦ વરસોથી ત્રણસો ટનના આવતા તેમાં ખજુર-ખારેક-સુકો મેવો વિગેરે ભરીને આવતા દોઢથી બે મહિના રોકાણ કરતા સીઝન દરમ્યાન બે થી ત્રણ સફર કરતા સઢવાળા વહાણ-બગલા હતા વર્તમાન મશીન ફીટ કરાયેલ છે આજે બગલા બંધ આવતા થયા છ.ે જુની ઓળખ ભુલાતી જાય છ.ે પોરબંદરના બંદરથી મોટેપાયે દરિયાય  વ્યાપાર વૃધ્ધીના નામશેષ થતી ગયેલ છે થતી જાય છ.ે

પોરબંદર જે ને સમયે બરડાડુંગરની ગોદમાં આવેલ ધુમ્મલી રાજધાની હતી મહારાણ સ્વ. બાષ્કલદવે-બુખ્ખાજી મહારાજે પોરબંદરના વિકાસ બંદર સમૃધ્ધી દ્વાર શ્રાવણ ૧પ પુર્ણીમાં વિક્રમ સંવત ૧૦૪૬ તા.૬/૮/૯૯૦ સોમવારના અસ્માવતી ઘાટે સવારે ૯-૧પ વાગે તોરણ બાંધેલ વિકાસની શરૂઆત કરેલ તારીખ ૬/૮/૯૯૦ તથા તા.૧૪/૮/૯૯૦ બે મળે છ.ે પરંતુ રાજબારોટ સ્વ. જેતમલ (બાબુભાઇ બારોટ) ના ચોપડે તેમની પાસેના તામ્રપત્ર પરથી તા.૬/૮/૯૯૦ વિશેષ આધારીત ગણાય છ.ે તે મુજબ પોરબંદર સ્થાપનાની (સ્થુળ) કુંડલી તથા પોરબંદર સ્થાપના રાશિ કુંડલી સ્થાપના સમયના આધારે જન્મ કુ઼ડલી  શાસ્ત્રી શ્રી દિવાકર કે. જોષી તથા નિશિકાંત ડી.વૈષ્ણવે બનાવેલ છે.

સૌરાષ્ટ્રના પ્રાચીન શહેરોમાં અસ્માવતી નગર યાને પોરબંદરે પોતાની ઓળખ વિશિષ્ટ રીતે આપી છે. પોરબંદર યોગેશ્વર શ્રીષ્ૃણના બાલસખા શ્રીદાજી યાને સુદામાની ભુમિ વતનની તથા રાષ્ટ્રતિા પૂ.મહાત્મા ગાંધીજીની જન્મભૂમિની આપી છે. શ્રીદામા-સુદામાની ભૂમિ વિષે કોઇ ઐતિહાસીક માહીત પ્રાપ્ત નથી પરંતુ શ્રીમદ્દ ભાગવદ સ્કંદપુરાણ તથા ભકત કવિશ્રીની કૃતીઓથી મળે છે. પોરબંદર યાને અસ્મીતનગર દક્ષિણે અરબી સમૃધ્ધીના કિનારે છે.

રાજબારોટ સ્વ. જેતમલભાઇ યાને બાબુભાઇ બારોટના તામ્રપત્ર આધારીત પોરબંદરના સ્થાપના દિન શ્રાવણી પૂનમ માન્ય કર્યા પછી પ્રશ્ન પૂનમનો ઉભો રહે છે. પુનમ કયા વર્ષની, ધુમલીના મહારાજશ્રી બાષ્કલ દેવનું નામ્રપત્ર અને બીજો વિકલ્પ જેઠવા વંશના રાજબારોટના ચોપડો બન્ને સંદર્ભે લગભગ મળતી આવે એવી માહિતી આપી જાય છે. મહારાજ બાષ્કલ દેવનું નામ્રપત્ર વિ. સ. ૧૦૪પ ની વૈશાખી પુનમનું છે. રાજબારોટની નોંધ વિક્રમ સવંત ૧૦૪૬ ની શ્રાવણી પુનમની છે. બન્ને નોંધ વચ્ચે એક વરસનું અંતર છે. એટલું તો સાબીત થાય છે કે, પોરબંદર એક હજાર વર્ષનું યાને વર્તમાન વિક્રમ સવંત ર૦૭પ શ્રાવણ સુદ ૧પ પૂનમ તા. ૧પ-૮-ર૦૧૯ એક હજાર વર્ષ પુર્ણ કરી ૧૦૩૦ એક હજાર ત્રીસમાં મંગલ પ્રવેશ કરે છે. રાજબારોટની નોંધ મુજબ બરાબર ૧૦ર૯ એક હજાર ઓગણત્રીસ વર્ષ પુર્ણ કરી ૧૦૩૦ એક હજાર ત્રીસ વર્ષનાં પ્રવેશ કરે છે. જામનગર મ્યુઝીયમમાં પણ પોરબંદરનું તામ્રપત્ર હૈયાત છે.

રાજબારોટ સ્વ. બાબુભાઇ બારોટ પાસે રહેલ નોંધ અને એ પછીના એક જ વર્ષની છે અને તે વિક્રમ સવંત ૧૦૪૬ ની શ્રાવણી પુનમે સવારે સવાનવ ૯ કલાક ૧પ મીનીટે શાસ્ત્રોકત વિધી ભુદેવોના મંત્રોચ્ચાર સાથે સમુદ્ર પૂજન કરી ધુમલીના મહારાજ બખ્ખુજી (બાષ્કદેવજી) જેઠવાએ રાજયનું પ્રથમ વહાણ અરબી સમુદ્રમાં અસ્માવતી ઘાટે પોરબંદરનું નામકરણ વહેવાર માટે તરતું મુકયું  અને શાસ્ત્રોકત વિધિવત પોરબંદરે બંદરનો દરજજો પ્રાપ્ત કર્યો ત્યારથી વ્યાપાર શરૂ થયો. વિક્રમ સવંત ૧૦૪૬ ના શ્રાવણી પૂનમ સોમવાર તા. ૬-૮-૦૯૯૦ થી પરંપરાગત પોરબંદરના રાજવી મારફત પ્રતિ શ્રાવણી પૂનમ-રક્ષાબંધનના દિવસે સાંજના સમયે અસ્માવતી ઘાટે શુભ ચોઘડીયે નગરજનો શ્રેષ્ઠી પોરબંદરની જનતાની હાજરીમાં સોમનાથ મહાદેવ સાનિધ્યે અસ્માવતી ઘાટે બારાની પુજા કરવામાં આવે છે. તે પરંપરા સમયના ચડ-ઉતર પરિવર્તન સાથે જળવાય રહે છે. ઉજવણી કરાય છે.

નદીઓમાં નવા નીરક આવતાં સંગમ્ર સ્થાન પર નીરની વધાવી. પુજા કરી નવી સીઝન વ્યાપારની સાગર ખેડૂતો માટે શરૂઆત કરાય છે. અને શ્રાવણ વદ ૮ આઠમ શ્રી કૃષ્ણની મધ્ય રાત્રીના ૧ર વાગ્યાના જન્મ બાદ નવી સીઝન વ્યાપાર સફર શરૂ કરાય છે. પરંતુ હવે તે પ્રમાણે નથી. સાગર ખેડૂતો શ્રાવણી ૧પ પૂનમ બારા પુજાની પણ રાહ જોતાં નથી. આરબી સમુદ્ર શ્રાવણ શુદ ૧પ પુર્ણીમા પછી શાંત પડે. પરંતુ તેની રાહત જોવાતી નથી. મોજા-પવન-તોફાન કારણે ઘણીવાર અપ્રિય ઘટના બને છે. વિક્રમ સવંત ર૦૭પ માં શ્રાવણ શુદ ૯-૧૦ નોમ-દશમ- તા. ૧૦-૧૧-૮-ર૦૧૯ રાત્રીના ર વાવ્યા બાદ અરબી સમુદ્રમાં મધ દરિયે એકાએક ૩ મીટરથી ૪ મીટર મોજા ઉચ્છળયા અને ૭૦ સીતેર કિલો મીટરની ઝડપે તોફાની પવન ફુંકાતા અરબી - સમુદ્રમાં ફીશીંગ કરતા પીલાણા (હોડીઓ) પરત પોરબંદર આવવાની તૈયારીઓ હતા ત્યારે રૌદ્ર સ્વરૂપ અરબી સમુદ્રે ધારણ કર્યુ અમુક પિલાણા - હોડીઓ લાપત્તા બની ત્રણથી પાંચ માચ્છીમારો મોતને ભેટયા અન્યને ઇજાઓ થઇ છે. સરકારે નવી સીઝન તા. ૧૬-૮-ર૦૧૯ થી શરૂ કરવા જાહેરાત કરેલ છે. તા. ૧પ-૮-ર૦૧૯ સુધી અરબી સમુદ્ર નહીં ખેડવા પર પ્રતિબંધ મુકેલ છે. વિધીવત જાહેરનામું પ્રસિધ્ધ કરેલ હતું.

પોરબંદર સ્વર્ગસ્થ રાજવી શ્રી નટવરસિંહજી જેઠવાએ શ્રાવણી પૂનમ રક્ષાબંધનના દીને અસ્માવતી ઘાટે બારા પુજા કરી ત્યારબાદ સૌરાષ્ટ્ર સરકાર વતી પ્રાંત અધિકારી-મામલતદાર અને ૧૯પ૬ બાદ વ્યાપારી ધોરણે બારા પુજા થતી રહી. વચમાં બે-ત્રણ વરસ નગરપાલીકાએ સમુહ બારા પુજા કરી બે વરસથી નગરપાલીકાને યાદ આવતું નથી. અને પોરબંદર નામકરણ દીનની ઉજવણી પણ બંધ કરેલ છે.

પોરબંદરની સ્થાપનાના દસ્તાવેજી પુરાવા મોજુદ

પોરબંદર :  પોરબંદર માહિતી ખાતા દ્વારા પ્રકાશીત 'પુરાણ પ્રસિધ્ધ' પોરબંદરના વિશેષ અંકમાં 'કુંડલી' પ્રસિધ્ધ કરાયેલ તેની સુક્ષ્મ જાણકારી મુકેલ છે.

જનશ્રુતિ અનુસાર પોરબંદરની સ્થાપના શ્રાવણ માસની પૂનમ (નાળીયેરી પુનમ) ના દિવસે થઇ હતી. આ જનશ્રુતિને સમર્થન આપતા  કેટલાક દસ્તાવેજી પુરાવાઓ સંપ્રાપ્ત થાય છે.

ધુમલી મહારાજા બાષ્કલ દેવે (બખ્ખુજી - બુખ્ખાજી) વિ.સં. ૧૦૪પ ની વૈશાખી પુનમના દિવસે પાટણ (ઉત્તર-ગુજરાત)ના દામોદર નામના બ્રાહ્મણે 'ચરલી' ગામ દાન આપ્યાનું તામ્રપત્ર મળે છે. કેટલાક વિદ્વાનોના મતે આ સમય પોરબંદરનો સ્થાપના દિવસ હોવાનું અનુમાન થયું છે. આ સવંત મહિનો અને તિથી ઉપરથી ગણતરી કરી અંગ્રેજી તારીખમાં રૂપાંતર કરતાં તા. ર૮-૪-૦૯૮૯ અને મંગળવાર મળે છે. આ દિવસે વિશાખા નક્ષત્ર અને ચંદ્ર તુલા રાશીમાં છે. આકાશી ગ્રહોની સ્થિતી નીચે મુજબ છે.

તા. ર૮-૪-૦૯૮૪ ની રાશી કુંડળી

મુહુર્ત શાસ્ત્ર મુજબ વિશાખા નક્ષત્ર અશુભ ગણાય છે. વિશાખા નક્ષત્રના ચોથા ચરણથી જયેષ્ઠા નક્ષત્ર સુધી વીંછુડો ગણાય છે. આ સમય શુભકાર્ય માટે વજર્ય ગણાય છે. તેમજ  આ દિવસે પૃથ્વી સુષુપ્ત અવસ્થામાં છે. સૂર્ય-ચંદ્ર ષડાષ્ટક યોગમાં અને મંગળ અસ્તનો છે, આમ પ્રથમ દ્રષ્ટીએ જ આ દિવસે કોઇ નવીનનગરની સ્થાપના શકય નથી.

લેખકના મતે ઉપરોકત સમય પોરબંદરનો સ્થાપના દિવસ નથી. પરંતુ બાષ્કલા દેવે દામોદર બ્રાહ્મણે 'ચરલી' ગામ દાનમાં આપેલ તે તામ્રપત્રી બનાવ્યાનો દિવસ હોઇ શકે.

પોરબંદરની સ્થાપના અંગેનો બીજો દસ્તાવેજી પુરાવો, જેઠવાના રાજ બારોટનો ચોપડો છે.

પોરબંદરના રાજબારોટ બાબુભાઇ બારોટના ચોપડે થયેલ નોંધ મુજબ વિ. સં. ૧૦૪૬ શ્રાવણી પુનમની સવારે પોરબંદરની સ્થાપના થયેલ છે. ગણતરી કરતાં આ દિવસે તા. ૧૪-૮-૦૯૯૦ અને શનિવાર આવે છે. નક્ષત્ર-શતતારા અને ચંદ્રકુંભ રાશિમાં છે. આ સમયની કુંડલી જોઇએ.

તા. ૧૪-૮-૦૯૯૦ સમય ૮.ક. ૧પ મી. એ. એમ.

પોરબંદરની સ્થાપના અંગેનો ત્રીજો દસ્તાવેજી પુરાવો રાજપુરોહિતનો ચોપડો છે. આ ચોપડામાં થયેલ નોંધ મુજબ, વિક્રમ સવંત ૧૦૪૬ શ્રાવણી પુનમ અને સમય રાત્રીના ૧૧.ક.ર૦ મી.નો છે.રાજબારોટ બાબુભાઇ બારોટ અને રાજ પુરોહિતના ચોપડે તવારીખ એક જ મળે છે. પરંતુ રાજ પુરોહિત વિશેષમાં સમય નોંધ છે. આ સમયની કુંડલી જોઇએ.

તા. ૧૪-૮-૦૯૯૦

સમય રાત્રે ૧૧. ક. ર૦ મી.

પ્રસ્તુત કુંડળીની ઉંડાણ પૂર્વક ચર્ચા ન કરતાં પ્રથમ દૃષ્ટિએ એટલું કહી શકાય કે રાત્રીના સમયે શુભકાર્યો વજર્ય ગણાયા છે. તેમજ ગ્રહયોગ બળવાન નથી. તેથી આ સમય સાચો માનવાને કોઇ કારણ નથી. અમુક અંશ લીધેલ છે. સંદર્ભે ગ્રંથ ૧, સંશોધન ઓકટો-ડીસેમ્બર-ર૦૦૩ જેઠવા રાજવંશ લેખક ડો. પ્રફુલ્લાબેન જે. રાવલ

સંકલન :- મુકુન્દ ડી. નાગર

આલેખન-અવતરણઃ

હેમેન્દ્રકુમાર પારેખ પોરબંદર

ફોન નં. (૦ર૮૬) રર૪ર૭૯૪

(12:20 pm IST)