Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

એક તરફ તળાજામાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન બીજી તરફ પાલિકામાં ભડકો

સફાઈ ચેરમેન હોદ્દા પરથી સંગઠનના વડાઓને રાજીનામુ આપશે

તળાજા,તા.૧૪:તળાજામાં ભાજપ દ્વારા પક્ષને વધુ મજબૂત બનાવવા માટે સદસ્યતા અભિયાન નોંધણી કાર્યક્રમ પુરજોશમાં શરૂ છે ત્યારે બીજીતરફ જે વર્ષોથી ભાજપમાં જોડાયને પાલિકામાં ચૂંટાયા છેતેમાં અસંતોષનો ચરુ ઉકલી રહ્યોંછે.સફાઈ સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપવું માગેછે તેમ આજે સંગઠન ના આગેવાનોને જાણ કરીહોવાની બાબતે ચકચાર જાગીછે.

તળાજા પાલિકાની ગત સામાન્ય સભમાં વિવિધ સમિતિઓ ચેરમેનના નામોની જાહેરાત શાશકપક્ષ ભાજપ કરીશકેલ નહિ. કારણકે સમિતિઓ ચેરમેનને લઈ ખેંચતાણ હતી.એ ખેંચતાણ હજુ યથાવત હોવાની વાત સાથે આજે સફાઈ સમિતિના ચેરમેન પદેથી રાજીનામુ આપવા માગેછે તેવી સ્થાનિક સંગઠન ના આગેવાનોને જાણ કરવામાં આવતા શહેર ભાજપ અને પાલિકા સુત્રોમાં ચકચાર મચીગઇ હતી.

સતાવાર સૂત્રોએ સફાઈવિભાગ ના ચેરમેન હોદ્દા પરથી રાજીનામું આપવા માગેછે તેવું સમર્થન આપેલ હતું.

થોડા દિવસ પહેલા દીનદયાળનગર ખાતે નગરસેવક ને ત્યાં ભાજપના સાથી સભ્યોને અશતોષ હોવાની બાબતે બેઠક પણ મળી હતી.બેઠકમાં ટુક સમયમાં જે સથી સભ્યોને અ સંતોષછે ટેનિસાથે બેઠક યોજી મતભેદ દૂર કરવામાં આવશે તેવું વચન આપેલ તેમાં નક્કર પરિણામ ન મળતા ફરીને પાલિકા શાશનમાં ભડકાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

(12:19 pm IST)
  • મમતાના ગઢમાં વધુ એક ગાબડું : તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સોવન ચેટરજી ભાજપમાં જોડાઈ ગયા access_time 11:54 pm IST

  • તાતા સન્સના ચેરમેન શ્રી ચંદ્રશેખરનને દર વર્ષે રૂ. ૬૫.૬૬ કરોડનો વાર્ષિક પગાર મળે છે. મહિને લગભગ સાડા પાંચ કરોડ તેઓ મેળવે છે. access_time 12:06 am IST

  • અમિતભાઇ શાહ સાંજે કાશ્મીર જવા રવાના થશે : ૩૭૦મી કલમ નાબુદ કર્યા પછી દેશના ગૃહમંત્રી પ્રથમ વખત શ્રીનગર જઇ રહયા છેઃ ૧૬મીએ દિલ્હી પરત ફરશે access_time 1:15 pm IST