Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

જોડીયા ભાજપ દ્વારા ધારાસભ્ય રાધવજીભાઇ પટેલનું સન્માન

જોડીયા તા. ૧૪: તાલુકાના પ્રવાસ દરમિયાન જોડીયા ભાજપ દ્વારા ધારાસભ્ય રાધવજીભાઇ પટેલનું એક કાર્યક્રમમાં સન્માન કરવામા આવેલ કહેલ  કે હુ ૧૯૭૭થી ધ્રોલ જોડીયાની પ્રજા સાથે સંકળાયેલ છું  અને સતા ઉપર હતો ત્યારે અને વિરોધ પક્ષના નેતા તરીકે પણ બંને તાલુકાની જનતાના પ્રશ્નોને હમેંશા ન્યાય આપ્યો છે.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જેઠાલાલ અઘેરાએ જણાવેલ તાલુકાના પ્રશ્નો ઉકેલવા ધારાસભ્ય પટેલ હમેશા સક્રિય રહ્યા છે.

આ કાર્યક્રમમાં રસીક ભંડેરી, ચિરાગ વાંક, ધરમશી ચનિયારા, ઇદ્રિક લીંબાણી, નરેન્દ્ર ગોહિલ, ભરત ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતાં.

બ્રહ્મ સમાજના અગ્રણી હરિશ જોષીએ ધારાસભ્યનુ શાલ ઓઢાડી સમસ્ત ગામ વતી સન્માન કરેલ.

(11:53 am IST)