Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

મેંદરડાના સાતવડલા વિસ્તારમાં શાળા પાસે કિચડ ગંદકીનુ સામ્રાજય

મેંદરડા તા.૧૪: તાજેતરમાં પડેલા વરસાદથી ભારે ખાનાખરાબી થવા પામી છે. વરસાદ દરમિયાન ગંદકીનુ સામ્રાજય, ઠેર ઠેર પાણી ભરાયા, રસ્તાઓ તૂટી જવા સહિતના અનેક પ્રશ્ને મેંદરડા વાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

અહિના સાતવડલા વિસ્તારમાં વરસાદી વિરામબાદ કિચડ ગંદકીનુ સામ્રાજય જોવા મળે છે. અહિ આવેલ સરકારી પ્રાથમિક શાળામા ધોરણ-૧ થી ૮ના બાળકોને અને વાલીઓને સ્કૂલ જવામા ભારે હાલાકી ભોગવવી પડે છે. આજે નહિ વર્ષોથી શહેરમાં વરસાદ બાદ કિચડ અને ગંદકીનો પ્રશ્ન ઉભો થાય છે જેથી બીમારી પણ જોવા મળે છે. ઠેર ઠેર મચ્છરો ઉભરાય છે.

અહિ કાદવ કિચડને લઇ વાહનો પણ ચાલી શકતા નથી આ વિસ્તારના રહીશોએ અહિ ટાઇલ્સ અથવા બ્લોક નાખવા નગરપાલિકાને રજુઆત કરી છે પણ કોઇ ઉકેલ આવતો નથી.

અહિ કાદવને કરણે સ્કૂલ જતા બાળકો લપસીને પડી જવાના બનાવો પણ બન્યા છે. ત્યારે નગરપાલિકા તંત્ર શાળા પાસે સાતવડલા વિસ્તારમાં તાકીદે સફાઇ કરાવી તેવી લાગણી પ્રવર્તી રહી છે.

(11:52 am IST)