Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

દેવભુમિ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પાંચ-પાંચ વર્ષથી ગેરહાજર

ખંભાળિયા : દેવભુમિ દ્વારકા જિલ્લામાં સરકારી પ્રાથમીક શાળાઓમાં ગામડાઓમાં  કામ કરતા શિક્ષકોમાંથી અમુકને પ્રાથમિક શિક્ષકની નોકરી કરતા બીજી સારી નોકરી મળે તો ત્યાં ઘણા શિક્ષકો કરતા હોયઅગાઉના જિ. પ્રા. શિ. શ્રી દવેઅ કડક પગલા ભરતા ૧૦ જેટલા શિક્ષકોએ રાજીનામા આપ્યા હતા. તે પછી હાલના જિ. શિ. પ્રબા. શિ.  ભાવસિંહ વાઢર દ્વારા શિક્ષકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.

ર૦૧૪ થી ગે.હા. છે શિક્ષકો

દેવભુમિ દ્વારકા જિલ્લાના બેેચ પ્રા. શા.ના પરમાર મોનીકાબેન એમ., કલ્યાણપુરના કેનેડી કન્યાશાળાના ધાધલિયા સુરેશભાઇએ, દાત્રાણા પ્રા. શાળાના પટેલ પાયલબેન પ્રવિણભાઇ ગોતીયાણી પ્રા. શા.ના શિક્ષીકા જાની ઉજાશબેન એસ., ભરાણા પ્રા. શા.ના શિક્ષીકા પરમા ભુમિતાબેન પી., સોઢા તરઘડી પ્રા. શા.ના ચોવટીયા એકતાબેન આર. વિંઝલપુર પ્રા. શા.ના તા. ડોબરીયા ભીખાભાઇનો સમાવેશ થાય છે. જેઓ લાંબા સમયથી ગેરહાજર છે.

નવાઇની વાત એ છે કે કેટલાક શિક્ષક તો ર૦૧૪ અને ૧પ ચાર પાંચ વર્ષની ગેરહાજર રહે છે તો અુમક તો વિદેશ ચાલી ગયા હોવાનું પણ કહેવાય છે. તો અમુક અન્ય જગ્યાએ નોકરી કરતા હોવાનું પણ મનાય છે.

જિ. પ્રા. શિ.શ્રી ભાવસિં વાઢરે એક મુલાકાતમાં જણાવેલ કે નિયમ મુજબ સતત એક વર્ષ સુધી ગેરહાજર રહે તો નોકરીમાંથી છુટા કરવા પડે પણ આ સાત પ્રકરણમાંટી.પી.ઓ. કે. ની તથા નિયમ મુજબ માત્ર ત્રણ નોટીસો આપવા છતા પણ કોઇ હાજર થવા તસ્દી લીધી નથી આથી જાહેર નોટીસ પ્રસિધ્ધ કરીને સાત દિવસમાં રૂબરૂ ખુલાસો કરવા જણાવાયલું. તેમાં પણ કોઇ ના આવતા તેમની નોકરીની ફરજ સમાપ્ત કરવા કાર્યવાહી હાથ ધરાશે.

શિક્ષકોની જગ્યા ખાલી રહે

આ શિક્ષકો ચાર-પાંચ વર્ષથી ફરજ પર ના આવતા હોય તેઓની સંખ્યા હાલની શાળામાં હોય નવા શિક્ષકો પણ ના ફાળવાય તથા આ શિક્ષકો આવે નહી તો વિદ્યાર્થીને પણ નુકસાન થાય.

અગાઉ સેટીંગ કરીને ભેગી હાજરી પુરી કરીને ડબલ નોકરીના કાભાંડ ચાલતા હતા. જેમાં તંત્ર કડક થતાં દશ રાજીનામા આવ્યા હતા. તેમ હવે તંત્ર કડક થતા જગ્યા ખાલી થશે જે કાયદેસર ભરાશે.

જો કે છેક ર૦૧૪-૧પના વર્ષથી ખાલી પડેલી જગ્યાઓ સામે હવ નોટીસ આપીને છુટા કરવાની કાર્યવાહી થતા તંત્ર ઢીલુ કરેલુ છે તે પણ ચર્ચાસ્પદ બન્યું છે.

(11:48 am IST)
  • ગૃહ ખાતાએ જાહેર કર્યું છે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્સન એક્ટ (સુધારેલ) ૨૦૧૯ આજથી અમલી બની ગયેલ છે access_time 11:56 pm IST

  • ભારત-પાક જવાનો આજે મિઠાઇની આપ-લે નહિ કરે : આજે પાકિસ્તાનના સ્વતંત્ર દિવસ નિમિતે અટારી-વાઘા સરહદે બોર્ડર સીકયોરીટી ફોર્સ અને પાકિસ્તાની રેન્જર વચ્ચે મીઠાઇઓની કોઇ આપ-લે નહિ થાય access_time 3:27 pm IST

  • અયોધ્યા કેસ મુદે સુપ્રિમમા સુનાવણી ચાલુ : બાબરના આદેશથી રામમંદિર તોડી પડાયાના પુરાવા છે? સુપ્રિમનો સવાલ : ૫ ઓગષ્ટથી શરૂ થયેલી આ સુનાવણીનો આજે ૬ઠો દિવસ છેઃ ગઇકાલની સુનાવણીમાં રામલલ્લા પક્ષના વકીલે તેમની દલીલો રાખી આજે પણ તેઓ જ તેમની વાત પર આગળ વધી રહયા છેઃ આ દરમિયાન કોર્ટે એકવાર ફરી રામલલ્લા પક્ષ પાસેથી જન્મભૂમિ પર કબ્જાના પુરાવા માંગ્યા હતા access_time 1:13 pm IST