Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

હળવદમાં મોરબી જીલ્લા કક્ષાના સ્વાતંત્રય પર્વનું રિહર્સલ

મોરબીઃ જિલ્લાકક્ષાનો ૧૫મી ઓગસ્ટનો ૭૩મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હળવદ ખાતે ઉજવાશે જેનું ગ્રાન્ડ રીહર્સલ કરાયું હતું. જિલ્લા કલેકટર આર.જે. માકડીયા તેમજ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાદ્યેલાની વિશેષ ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી માટે પોલીસ પરેડ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ અને વ્યવસ્થા અંગે સ્થળ પર સમીક્ષા કરી હતી. હળવદ માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાનાર ૧૫મી ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગ રૂપે જિલ્લા કલેકટર આર.જે. માકડીયા દ્વારા ઝીણવટપૂર્વક નિદર્શન કરી અધિકારીઓને દિશાનિર્દેશ તેમજ સુચનો કર્યા હતા. રિહર્સલ દરમિયાન કાર્યક્રમના દિવસની બેઠકની વ્યવસ્થા, પાર્કીંગ, પીવાના પાણીની  સુવિધા, મંડપ સહિતની તમામ બાબતોની વ્યવસ્થા અંગે સબંધીત અધિકારીઓને સુચનો કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થનારા કૃતિઓ અંગે પણ સૂચનો કરી કાર્યક્રમને વધુને વધુ ઉત્ત્।મ બનાવવા પ્રયાસો કરવા પ્રોત્સાહિત કર્યા હતા. સ્વાંતંત્ર્યદિનની ઉજવણીના ગ્રાન્ડ રિહર્સલ પ્રસંગે હળવદ પ્રાંત અધિકારી એચ.જી. પટેલ, મોરબી નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોષી, હળવદ મામતદાર, પાણી પુરવઠા કાર્યપાલક ઇજનેર એસ.કે. જૈન, જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી. સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી પ્રાથમિક મયુર પારેખ, સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપળીયા, જિલ્લા રમતગમત અધિકારી, હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર સાગર રાડીયા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બજાર સમિતિ હળવદના કર્મચારીઓએ વ્યવસ્થા અંગે સહકાર આપ્યો હતો.

(11:47 am IST)