Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ગોંડલના સિમેન્ટ રોડ ઉપર વરસાદ બાદ કાદવ કીચડ : વાહન સ્લીપ થવાના બનાવો

ગોંડલ : વરસાદ બાદ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલ છે. સિમેન્ડ રોડ બનતા ગંદકી ઓછી થવી જોઈએ પરંતુ બંને બાજુ ત્રણ ફૂટ જેટલી જગ્યામાં કાદવ કીચડ ભરેલો રહેવાથી રસ્તા પર માટીનું સ્તર થઈ જાય છે અને તેથી વાહનોના અકસ્માત થાય છે.

રોડની બંને બાજુ બેથી ત્રણ ફૂટ જેટલી જગ્યા બાકી રહેતા તેમાં કીચડ ગંદકી ફેલાયેલ રહે છે. જેથી મચ્છરનો ઉપદ્રવ થાય છે તેવા સંજોગોમાં રસ્તાની બંને બાજુ મોઝેકના બ્લોક નાખવાની જરૂરીયાત રહે છે જે સુધારી તંત્ર તુરંત ઘટતુ કરે તેવી લોકમાંગ ઉઠી છે.

(11:45 am IST)