Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

હળવદની શાળા નં.-૪ રાખડી બનાવવાની સ્પર્ધા યોજાઈ ગઈ

હળવદઃ  રોટરી કલબ ઓફ હળવદની એક મહિલાઓની શાખા ઇનર વીલ કલબના ઉપક્રમે શાળામાં રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન થયું હતું. વેસ્ટ માંથી બેસ્ટ રાખડી સ્પર્ધામાં ધોરણ ૩ થી ૫ ના ૧૦૦ બાળકો અને ધોરણ ૬ થી ૮ ના ૧૫૦ મળીને કુલ ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં રાખડી બનાવવાનો એક કલાકનો સમય અપાયો હતો. સ્પર્ધાના અંતે તમામ ધોરણમાં એકથી ત્રણ નંબર મેળવેલ બાળકોને ઇનર વિલ કલબના સભ્યોના હાથે ઇનામો આપવામાં આવ્યા હતા. જયારે ભાગ લેનાર તમામ બાળકોને સામાજિક કાર્યકર નરભેરામભાઈ અદ્યરા તરફથી પ્રોત્સાહીત ઇનામ આપવામાં આવ્યા હતા.જેમાં ઇનરવિલ કલબના પ્રમુખ મીનાબેન તથા અન્ય મહિલા સભ્યો હાજર રહ્યા હતા. સૌનો શાળાના આચાર્યરાજેશભાઈ જાકાસણીયા એ આભારવિધી કરી હતી. (તસ્વીરઃ અહેવાલ હરેશ રબારી , દિપક જાની. હળવદ)

(11:45 am IST)