Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે સોનીયાજીની વરણીને આવકારતા સુત્રાપાડાના ઉષાબેન

સુત્રાપાડા તા.૧૪: તાજેતરમાં કોંગ્રેસ કાર્યસમિતિ દ્વારા સર્વ સમંતીથી ભારતીય નારીના પ્રેરણાસ્ત્રોત એવા સોનીયા ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયાએ કોંગ્રેસ કાર્યસમિતિના નિર્ણયને વધાવી સોનીયાજીને અભિનંદન શુભેચ્છા પાઠવી છે.

સોનીયાજીની પસંદગી પ્રસંગે પ્રતિક્રિયા આપતા ઉષાબેન કુસકીયાએ જણાવેલ કે ભારતીય નારીઓના પ્રેરણાસ્ત્રોત એવા સોનીયાજીની પસંદગી યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરવામાં આવી છે. તે આવકારવા દાયક છે કારણ કે દેશ વાસીયો ગાંધી પરિવારમાંજ પક્ષનું અને દેશનું ભવિષ્ય જુએ છે આજના સમયે કોંગ્રેસને નવજીવન આપવા સોનીયાજી કુશળ અને સક્ષમ છે. તેમના દોરી સંસારમાં મનમોહનસિંહની સરકાર નોંધનીય રહી હતી તે સૌ ભારતીય જાણે છે. સમયાંતરે આજના સમયમાં રાજનીતિક સંઘર્ષનો દોરની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે આ નિર્ણય યથા યોગ્ય જણાય છે તેમ અંતમાં જણાવેલ છે.

(11:44 am IST)
  • જામનગરમાં આજે બપોરે વરસાદી ઝાપટું પડતા શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર access_time 3:18 pm IST

  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST

  • બિહારઃ મોદી રાખડીનો દબદબોઃ ડાયમંડ નહિ પણ માત્ર મોદીની રાખડીઓ ધુમ મચાવે છે access_time 1:15 pm IST