Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

કાલે વિભાવરીબેન દવે દેશની રક્ષા કાજે ઝઝુમતા સીમા સુરક્ષા દળના જવાનો સાથે રક્ષાબંધન ઉજવશે

તા.૧૪ ચાલુ વર્ષે ૧૫મી ઓગસ્ટ બે તહેવારના સુભગ સમન્વયરૂપ છે. આ દિવસે સ્વતંત્રતાનું રાષ્ટ્રીય પર્વ તો ઉજવાશે જ, સાથેસાથે ભાઈચારા અને રક્ષાના પ્રતીકસમો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ ઉજવાશે.

દેશને ભાઈચારાની ઉદ્દાત ભાવનામાં જોડાનારા આ બંને પર્વને વિશેષરૂપે ઉજવવાનું રાજયના રાજ્યકક્ષાના મહિલા  અને બાળ કલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ), યાત્રાધામ મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ નક્કી કર્યું છે. ઁઁરક્ષાબંધનઁઁ ની ઉજવણીના ભાગરૂપે તેઓ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના નડાબેટ ખાતેના કેમ્પ ખાતે બીએસએફના જવાનોને ઁઁરક્ષાઁઁબાંધીને તેમના દીર્ઘાયુની માટે રાજ્યની મહિલાઓ વતી પ્રાર્થના કરશે.

દેશની રક્ષા કાજે સતત ઝઝૂમતા આપણા બહાદુર અને વીર જવાનોનો ઁરક્ષાબંધનઁ ના આ ખાસ દિવસે ઉત્સાહ વધારવા માટે સુશ્રી વિભાવરીબેન સાથે અન્ય ૧૨૫થી વધુ બહેનો પણ જોડાશે અને જવાનોના હાથે રાખડી બાંધશે.

આ ઉજવણીના ભાગરૂપે મંત્રીશ્રી સુશ્રીવિભાવરીબેન ૧૫ ઓગસ્ટ ના સવારે ૯ વાગે બનાસકાંઠા જિલ્લાનું ધ્વજવંદન દાતા તાલુકા ખાતે  કર્યા બાદ આજ દિવસે (શ્રાવણ માસની પૂનમ ના દિવસે) બપોરે ૩.૦૦ કલાક બાદ  બનાસકાંઠા જિલ્લાના સુઇગામે એક કાર્યક્રમમાં હાજરી આપીને બીએસએફ કેમ્પ ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ સહભાગી થશે.

(11:40 am IST)