Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ભાવનગરમાં કાલે સ્વતંત્રતા પર્વની ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાશે

ભાવનગર તા.૧૪: ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર દ્વારા દેશના સ્વતંત્રતા પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે લગાતાર ત્રણ દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે જેમાં ૧૪મી ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિદિન નિમિતે મશાલ રેલી, ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પર્વએ ધ્વજવંદન, મહિલા મોરચા દ્વારા રક્ષા બંધન પર્વએ દેશના વીર સપૂતો, સૈનિકોને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવશે જયારે ૧૬મી ઓગસ્ટ પૂર્વ વડાપ્રધાન અટલજીની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાશે એમ ત્રણ દિવસ દરમ્યાન શહેર ભા.જ.પા.દ્વારા અનેકવિધ કાર્યક્રમોની ઉજવણી સ્વતંત્રતા પર્વ દરમ્યાન કરવામાં આવશે.

આ અંગે કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપતા શહેર અધ્યક્ષશ્રી સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં ધારા ૩૭૦ અને ૩૫/એ હટાવવા સાથે સમગ્ર દેશમાં ખુશી, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવનાની લહેર ઉઠી છે સમગ્ર દેશ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અનેઙ્ગ ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના ઐતિહાસિક નિર્ણયથી રાષ્ટ્રવાદની ભાવનાથી ઉત્સાહિત બન્યો છે એવા સમયે સ્વતંત્રતા પર્વ આવી પહોંચતા દેશવાસીઓમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે એક અલગ પ્રકારનો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર પણ દેશના સ્વતંત્રતા પર્વની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી અનેકવિધ કાર્યક્રમો દ્વારા કરવા જઇ રહ્યું છે.

જે અંતર્ગત ૧૪ મી ઓગસ્ટે ભારતીય જનતા પાર્ટીનો પ્રતિવર્ષ ઉજવાતો પરંપરાગત કાર્યક્રમ અખંડ ભારત સ્મૃતિ દિનઙ્ખ ની ઉજવણી યુવા મોરચા દ્વારા ઙ્કમશાલ રેલીઙ્ખ ભાવનગરના પ્રભારીમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં યોજી કરવામાં આવશે જેમાં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ એટલેકે ૧૪મી ઓગસ્ટ સાંજે ૬/૦૦ કલાકે શહેર ભા.જ.પા. કાર્યાલય, પંડિત દીનદયાળ ભવનથી 'મશાલ રેલી' યોજવામાં આવશે. દેશભકિતના ગીતો, ઢોલ-નગારા,ઙ્ગ કેસરિયા ધજા પતાકા, આતશબાજી અનેઙ્ગ રાષ્ટ્રભકિતના માહોલમાં ડી.જે.ના સથવારે ભારત માતાના જય દ્યોષ સાથે રાષ્ટ્રભકત યુવાનો આ મશાલ રેલીમાં જોડાશે જે શહેર કાર્યાલયથી સાંજે ૬/૦૦ વાગે પ્રસ્થાન થઈ બાબાસાહેબ દેરાસર, કાળાનાળા, કલેકટર ઓફીસ, જિલ્લા પંચાયત, મોતિબાગ રોડ, શાહિદ ભગતસિંહ ચોક, બિઝનેસ સેન્ટર, હાઇકોર્ટ રોડ થઈ શિવરામ રાજયગુરુ ચોક ખાતે શહિદ સ્મારક ખાતે સાંજે ૭/૩૦ કલાકે સમાપન થશે.

બીજો કાર્યક્રમ ૧૫મી ઓગસ્ટના દિવસે સવારે ૧૦/૦૦ કલાકે દેશના સ્વતંત્રતા પર્વની ભારે હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરતા શહેર ભા.જ.પા. કાર્યાલય, પંડિત દીનદયાળ ભવન ખાતે કાર્યકર્તાઓ અને રાષ્ટ્રપ્રેમી ભાવેણાવાસીઓની ઉપસ્થિતિમાં શહેર અધ્યક્ષશ્રી સનતભાઈ મોદીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવશે. યોગાનુયોગ આ સ્વતંત્રતા પર્વ એ હિન્દુઓના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વ પણ સાથે જ છે ત્યારે ત્રીજા કાર્યક્રમ તરીકે શહેર ભા.જ.પા. મહિલા મોરચાની બહેનો દ્વારા ૧૫મી ઓગસ્ટ રક્ષાબંધન પર્વએ શહેર ભા.જ.પા. કાર્યાલય ખાતે સવારે ૧૦/૩૦ કલાકે દેશની રક્ષા માટે પોતાના પ્રાણની પણ પરવા નહીં કરનારા ભારતમાતા ના સપૂત એવા દેશના વીર જવાનો - સૈનિકોની લાંબી ઉંમરની કામના સાથે તેમને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવશે આ તકે મહિલા મોરચા દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાવેણાના પોતીકા સપૂત એવા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાદ્યણીને મહિલા મોરચાની બહેનો દ્વારા રાખડીઓ મોકલવામાં આવેલ છે ત્યારે પક્ષના વરિષ્ઠ આગેવાનોની લાંબી ઉંમરની મંગલ કામના અને પ્રાર્થના કરવામાં આવશે.ઙ્ગ

જયારે ચોથા અને અંતિમ કાર્યક્રમ તરીકે ૧૬મી ઓગસ્ટ દેશના પૂર્વ વડાપ્રધાનઙ્ગ અને ભારત રત્ન એવા કવિ હૃદય અટલજીની પુણ્યતિથિએ શહેર ભા.જ.પા. કાર્યાલય ખાતે સાંજે ૬/૦૦ કલાકે  'પુષ્પાંજલી' કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં પ્રદેશ કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી બાબુભાઇ જેબલિયાની વિશેષ ઉપસ્થિતીમાં અટલજીની જીવન ઝરમર અને સંદ્યર્ષ ગાથાથી કાર્યકર્તાને પરિચિત કરી સ્વર્ગસ્થ અટલજીને પુષ્પાંજલી અર્પણ કરી શ્રદ્ઘાંજલિ આપવામાં આવશે.

આમ સ્વતંત્રતા પર્વએ સતત ત્રણ દિવસ સુધી યોજાનાર અનેકવિધ કાર્યક્રમોને સફળ બનાવવા શહેર મહામંત્રીશ્રી વનરાજસિંહ ગોહિલ, શ્રી રાજુભાઇ બામભણીયા અને શ્રી મહેશભાઈ રાવલની આગેવાનીમાં શહેર સંગઠનના પદાધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે .

(11:38 am IST)