Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

અમરેલીની ૧૮૧ અભ્યમની ટીમ દ્વારા એક મહિલાને ચાર બાળકો સાથે આપઘાત કરતા અટકાવીઃ પાંચેયની જીંદગી બચાવી

         અમરેલીઃ એક મહિલા તેના બાળકોને લઇને આત્મહત્યા કરવા જઇ રહ્યા હતા ત્યારે કોઇ  જાગૃત નાગરીક દ્વારા ૧૮૧ માં ફોન કરતા તુરત જ અમરેલી ૧૮૧ ની ટીમ આ મહિલા સુધી પહોંચીને ફરજ પરના  કાઉન્સલર પરમાર હિનાબેન જાડેજા, અલ્પાબેન પાઇલોટ, દિવ્યેશભાઇ આ મહિલાને નદીમા આવેલ પાણીમાં પડવા જતા રોકી લીધી હતી અને તમામની જીંદગી બચાવી હતી.

         મહિલાને પહેલા સાત્વના કરી વિશ્વાસમાં લઇ અને જીંદગીમા આવેલ મુશ્કેલીઓનેં નિરાકરણ આ આત્મહત્યાથી નથી ત્યારે આ બેન તેમની આપવીતી કહેતા જણાવેલ કે માતાપિતાના વિરૃદ્ધ જઇ પોતાની મરજીથી પ્રેમ લગ્ન કરેલા છે.  આજે ચાર સંંતાનો છે જેમાં ૩ દિકરી અને ૧ દિકરો છે પરંતુ પતિ કંઇ જ કમાતો નથી દારૃ જુગારની આદત છે ઘરમાં ઘરખર્ચ કે બાળકોનું ભરણપોષણ કરતો નથી આ જિંંદગીથી કંટાળી મરવા સિવાય કોઇ રસ્તો હતો નહી.

         આ પહેલા પણ બેન મેં આત્મહત્યાર કરવા ટ્રેનના પાટા પાસે ગયેલ પરંતુ કમનસીબ ત્યાંથી પસાર થતા કોઇ પોલીસ કર્મી.એ ઘરે જવા અને જરુર લાગે તો પોલીસ મદદ લેવા જણાવેલ. પરંતુ પતિ સિવાય બીજુ કોઇ જ સહારો ન હોવાથી ફરી ઘરે જતા રહેલા ત્યારે કાઉન્સિલર હિનાબેનઆ બેનને તેમના અને તેમના બાળકો મુસીબતોમાં તેઓને મદદ આવી શકે તેવા મહિલા લક્ષી માહિતી આપી હતી.

         તેમને એેક માંની અંદર રહેલી શકિતઓની પરખ કરાવી અને આત્મહત્યાના વિચારને કયારેય પોતાની જીંદગીમાં ન લાવવા હીંમત આપવાઅને આત્મવિશ્વાસ કેળવવા મદદ પુરી પાડવામા આવેલ.

         પોતાના પતિ વિરૃદ્ધ આગળ કાર્યવાહી કરવા તેમના નજીકમાં આવેલ લીલીયા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસની મદદ આપવામા આવેલ આમ ૧૮૧ દ્વારા પોતાના ૪ બાળકોને લઇ આત્મહત્યા કરવા જતા બેનને બચાવી જીંદગીની નવી શરૃઆતની કીરણ ૧૮૧ અભયમ અમરેલી ટીમે બતાવ્યુ હતુ.

(11:50 pm IST)