Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ચોટીલાના પુર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ કોંગ્રેસમાં ધંધુકા પંથકના અન્ય એક નેતા પણ કોંગ્રેસ તરફ

રાજકોટ, તા., ૧૪: ચોટીલાના ભાજપના પુર્વ ધારાસભ્ય અને પુર્વ સંસદીય સચિવશ્રી શામજી ચૌહાણ આજે ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. બપોરે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમને કેસરીયો ખેસ પહેરાવવામાં આવ્યો છે. ધંધુકા પંથકના ભાજપના માજી ધારાસભ્ય કક્ષાના અન્ય એક અગ્રણી પણ કોંગી તરફ ઝુકી રહયા છે.

શામજી ચૌહાણ ચાર વખત ધારાસભાની ચુંટણી લડેલા છે. ર૦૧ર થી ર૦૧૭ સુધી ભાજપના ધારાસભ્ય તરીકે રહયા હતા.

(1:00 pm IST)