Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

જેસરના મહિલા પીએસઆઇ અને સ્ટાફ ઉપર હૂમલોઃ ખૂનની ધમકી

રાજપરા ગામમાં દારૃનો દરોડો પાડવા જતા મહિલા સહિત પ શખ્સો દ્વારા ફરજમાં રૃકાવટ

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ૧૪ :.. ભાવનગર જીલ્લાનાં રાજપરા ગામે દારૃ અંગે દરોડો પાડવા ગયેલા જેસરના મહિલા પી.એસ.આઇ. અને સ્ટાફ ઉપર મહિલા સહિત પાંચ શખ્સો એ હૂમલો કરી ફરજમાં રૃકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસે  પાંચ વિરૃધ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં જેસર પોલીસ સ્ટેશનનાં પો. સ. ઇ. એસ. એન. સુમરા, પો. કો. કાળુભાઇ ભગુભાઇ કામળીયા વિગેરેએ પૂર્વ બાતમીને આધારે રાજપરા ગામે દારૃ અંગ દરોડો પાડવા ગયા હતા ત્યારે મનહરસિંહ વશરામસિંહ સરવૈયા, ધર્મેન્દ્રસિંહ કિરીટસિંહ સરવૈયા, જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયા, મનહરસિંહ ઉર્ફે મુકેશસિંહનાં પત્ની, સુરપાલસિંહ રવુભા સરવૈયા એ એકસંપ કરી ફરજમાં રૃકાવટ કરી મહિલા પીએસઆઇ સુમરા, પો. કો. કાળુભાઇ કામળીયાને ગાળો આપી, માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવથી પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે જેસરનાં પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઇ કામળીયાએ રાજપરાનાં પાંચ શખ્સો વિરૃધ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. (પ-૧૯)

(12:56 pm IST)