Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

શ્રી ઘેલા સોમનાથ મહાદેવની સોમવારે ભવ્ય પાલખી યાત્રા

શ્રાવણ મહિનામાં દરરોજ મહાપૂજા-ગંગાજળથી અભિષેક, મહાઆરતીઃ ભાવિકો-ભુદેવો માટે ભોજનની સુવિધા

જસદણ-આટકોટ, તા.૧૪: જસદણ નજીક બિરાજમાન શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ મહિના નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો પૂજન, અર્ચન, દર્શનનો લાભ લઇ રહ્યા છે. આ શ્રાવણ માસમાં ભવ્ય ઉજવણી માટે ડો.રાહુલ ગુપ્તા, અધ્યક્ષશ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને કલેકટર રાજકોટની સુચના મુજબ શ્રી ચૌધરી, ઉપાધ્યક્ષશ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને નાયબ કલેકટર જસદણ શ્રી ઝાલા સાહેબ, સભ્ય સચિવશ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને મામલતદાર જસદણ શ્રી વી.એલ.ઘાનાણી ના.મામ. પી.એમ.ભેંસાણીયા શિરસ્તેદાર, વહિવટદાર મનુભાઇ શીલુ, કમિટીના તમામ સભ્યશ્રીઓ, મેનેજર વિરગરભાઇ ગોંસાઇ તથા પરેશભાઇ ગરણિયા શ્રાવણ માસનાં કાર્યક્રમોમાં જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રાવણ માસ દરમ્યાન દરરોજ બપોરનાં ૧૧: કલાકે મહાપુજા થશે. દાદાને ગંગાજળથી અભિષેક થશે. તેમજ બપોરના ૧૨: વાગ્યે મહાઆરતી થશે. તેમજ શ્રાવણ સુદ ૯ (નોમ) તા.૧૯ ને રવિવારને સવારે ૯: કલાકે દાદાને ધ્વજા ચડાવવામાં આવશે. તથા શ્રાવણ સુદ ૧૦ તા.૨૦ ને બીજા સોમવાર બપોરના ૩: વાગે દાદાની પાલખી યાત્રાનું આયોજન કરેલ છે. દાદાની પાલખી ઘેલા નદી સુધી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે નીકળશે. તેમજ શ્રાવણ વદ ૭ (સાતમ) તથા ૮ (આઠમ) ભવ્ય મેળો ભરાય છે. તથા દર સોમવારે ભવ્ય મેળો ભરાય છે.

દરરોદ બપોરના ૧: વાગે બ્રહમચોર્યાસી થશે. યાત્રિકો માટે પણ બન્ને ટાઇમ દાતાના સહયોગથી ભોજન પ્રસાદ રાખેલ છે. ભોજનનો સમય બપોરના ૧૨: થી ૨: સુધીનો રહેશેેેે. તેમજ સાંજે ૮:થી ૯: સુધીનો રહેશે. યાત્રિકો માટે સવારે ૭: કલાકે અને સાંજે ૪: કલાકે ચા પ્રસાદી મળશે. ભુદેવો માટે સવારના ૮: તેમજ સાંજે ૮: ફરાળ પણ દાતાનાં સહયોગથી મંદિર ટ્રસ્ટ તરફથી રાખવામાં આવેલ છે.

શ્રાવણ માસમાં દર્શન કરવા માટે સવારના ૬: થી સાંજના ૯: સુધી ખુલ્લુ રહેેશે. શ્રાવણ માસ દરમ્યાન દાદાની પુજાનો સમય સવારે પઃ૩૦થી ૯:૩૦ કલાકનો રહેશે. અને બપોર બાદ ૩:૩૦થી ૪:૩૦ કલાકનો રહેશે. આ પુજા ભુદેવો તથા યાત્રિકો માટે ઉપરના સમય મુજબ પુજાનો ટાઇમ રહેશે. મંદિર ટ્રસ્ટના નિયમ મુજબ સમય જે પુજા માટે નકકી કરેલ છે. તે સમયમાં પુજા કરી લેવાની રહેશે.

મહાપુજામાં યજમાન સહીત કુલ ૧૧ વ્યકિતને જ પ્રવેશવા દેવામાં આવશે. મહાપુજા સમયે યજમાન સહિત ૧૧ વ્યકિતથી વધારે વ્યકિતને મંદિરે ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે નહી. શ્રાવણ માસના દરેક સોમવાર તેમજ સાતમ, આઠમ, અમાસ જેવા તહેવારોએ બપોર બાદ દાદાનો ભવ્ય શણગાર કરવાનો હોવાથી તથા દર્શનાર્થીઓની ખૂબ ટ્રાફિક હોવાથી નિજ મંદિરમાં પુજા જઇ શકશે નહી. શ્રાવણ માસ દરમ્યાન દર સોમવારે દાદાને દીપ માળા થશે તેમજ દાદાને દરરોજ જલાભિષેક તેમજ લઘુરૂદ્ર જેવા ધાર્મિક કાર્યક્રમો થશેે. તેમ વહિવટદાર મનુભાઇ બી. શીલુએ જણાવ્યુ છે.(૨૩.૨)

(12:41 pm IST)