Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

લોધીકા તાલુકા યુવા મોરચાની મીટીંગ મેટોડા જી.આઇ.ડી.સી.માં મળી

લોધીકા તા.૧૪: ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગડિયાની અધ્યક્ષતામાં લોધીકા તાલુકાના યુવા ભાજપની એક મિટીંગનું આયોજન તાલુકા યુવા ભાજપ પ્રમુખ મોરડા વિપુલભાઇ દ્વારા કરવામાં આવેલ જેમાં જીલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, જીલ્લા ભાજપ રાજકોટ યુવા મોરચાના પ્રભારી શ્રી મનિષભાઇસંધાણી જીલ્લા ભાજપ યુવા મોરચના મહામંતરી રોહિતભાઇ  ચાવડા તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પરાગભાઇ વેકરીયા મોહિત ખુંટ રાહુલકુમાર જાડેજા અનિરૂદ્ધસિંહ ડાભી પરાક્રમસિંહ જાડેજા સતિષ ડાંગર સાગઠિયા જય મંત્રી મહામંત્રી રાહુલકુમાર જાડેજા કુંગશીયા નિકુંજ સોલંકી ધર્મેન્દ્રસિંહ ગોસાઇ નિખીલપરી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, મોહનભાઇખુંટ, હરભમભાઇ કુગશીયા રા. લા. સં. વા. ચેરમેન મનસુખભાઇ સરધારા બક્ષીપંચ તાલુકા મોચાના પ્રમુખ રાજેશભાઇ રાઠોડ મહામંત્રી મોહનભાઇખુંટ યુવા મોરચાના કાર્યકર મિત્રો તેમજ કારોબારી સભ્યો ઉપીસ્થત રહેલ.

પ્રશાંતભાઇ કોરાટે યુવા મોરચાને ચુંટણી સુધી સખત પક્ષની કામગીરીમાં લાગી જવા જણાવેલ. તેમજ શાળા કોલેજના યુવાનોને જેની પાસે સ્માર્ટ ફોન હોઇ બાઇક  હોય તેવા વધુને વધુ સભ્યો બનાવવા જણાવેલ.

પ્રભારી મનિષભાઇ સંધાણીએ રાજકોટ જીલ્લાના યુવા મોરચાની કામગીરીને બિરદાવેલ. તેમજ ધારાસભ્યશ્રીએ સરકારની યોજના રોજગારલક્ષી યોજના મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ  માં અમૃતમકાર્ડ જેવી સરકારી યોજનાની માહીતી પ્રજા સુધી પહોંચાડી વધુમાં વધુ લોકો આ યોજનાઓનો લાભ લેતેવી જાહેરાત કરવા યુવા મોરચાને સુચન કરેલ હતો. (૧૧.૯)

(12:37 pm IST)