Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

કોડીનારના આણંદપુરની સરકારી જમીન ઉપર દબાણ થતાં શાળાના મેદાનમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલાં

કોડીનાર તા ૧૪ : તાલુકાના આણંદપુર ગામની સરકારી શાળા નજીક દુદાણા માધ્યમીક શાળાના શિક્ષકે સરકારી જમીનમાં મોટાપાયે દબાણ કરી સરકારી જમીનમાં દિવાલ ઉભી કરતા વરસાદી પાણીનો નિકાલ થતો ન હોય શાળાના ગ્રાઉન્ડ રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા હોય સરકારી જમીનમાંથી દબાણો દુર કરી વાસાદી પાણીનો નીકાલ કરવા આણંદપુર ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા વિકાસ અધિકારી દબાણ શાખા ગીર સોમનાથ નેરજુઆત કરવામાં આવી છે.

આણંદપુર ગ્રામપંચાયત દ્વારા કરાયેલી રજુઆતમાં જણાવ્યા મુજબ દુદાણા માધ્યમીક શાળાના શિક્ષક હરીભાઇ કુંભાભાઇ બારડી આણંદપુર ગામે તેમની માલીકીની જમીનની આગળ વધી શાળાની પાછળના ભાગે અને શાળાન ફરતી સરકારી જમીનમાં દિવાલ મારી મોટાપાયે દબાણ કરતા વરસાદી પાણીના નિકાલ થયો ન હોય શાળાના રસ્તાઅને ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ જતા દબાણના કારણે વરસાદી પાણીનો કુદરતીરીતે નીકાલ થતો  ન હોય શાળાના કાર્યોમાં વિક્ષેપ ઉભો થવાની સાથે સતત પાણી ભરાઇ રહેવાને કારણે પાણીમાં મચ્છરોનો ઉપદ્રવો થયા હોય તેનો ભોગ બાળકો બની રહ્યા છે ત્યારે કોઇ ગંભીર બિમારીઓનો બાળકો ભોગ બને તે પહેલા આ દબાણો દુર કરવા આણંદપુર ગ્રામ પંચાયત દ્વારા રજુઆત કરવામાં આવી છે. (૩.૫)

(12:37 pm IST)