Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ગોંડલના ૭ શુટરોને સ્ટેટ કોમ્પીટીશનમાં ગોલ્ડ મેડલ અને ૮ શુટરોને સિલ્વર મેડલ

ગોંડલ, તા. ૧૪ :. તાજેતરમાં બરોડા ખાતે રમાયેલ ૫૪મી ગુજરાત સ્ટેટ શૂટીંગ ચેમ્પિયનશીપ કોમ્પીટીશનમાં રાજકોટ જીલ્લામાંથી રાજકોટ ડીસ્ટ્રીકટ રાયફલ એસોસીએશન ગોંડલના કુલ ૧૫૫ શુટરોએ ભાગ લીધેલ હતો. જેમાં અલગ અલગ કેટેગરીની સ્પર્ધાઓમાં ગોંડલના આચાર્ય ઘનશ્યામજીભાઈ સહિત ૭ શુટરોએ ગોલ્ડ મેડલ તેમજ ૮ શુટરોએ સિલ્વર મેડલ તથા બે શુટરોએ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.

કુલ ૧૭ મેડલો મેળવીને આ શુટરોએ રાજકોટ જીલ્લાને તથા રાજકોટ જીલ્લામાં શુટીંગ સ્પોટર્સનું પ્રતિનિધિત્વ કરતા રાજકોટ ડિસ્ટ્રીકટ રાયફલ એસોસીએશનને ગૌરવ અપાવેલ છે. તેમ આચાર્ય ઘનશ્યામજીભાઈની યાદી જણાવે છે.(૨-૨૫)

(12:35 pm IST)