Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

મહિલા સશકિતકરણ પખવાડીયા અંતર્ગત ખંભાળીયામાં મહિલા કાનુની જાગૃતતા દિનની ઉજવણી

ખંભાળીયા તા. ૧૪ :.. યોગ કેન્દ્ર ખાતે મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. તેના ભાગ રૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા મહિલા કાનુની  દિવસની ઉજવણી કરાઇ હતી.

આ તકે પ્રાસંગીક ઉદબોધન કરતા ખંભાળીયા પોલીસ મથકના પી. આઇ. એ. કે. જાડેજાએ જણાવ્યુ હતું કે ગામના સારા કામો માટે લોકો સુચન આપે તે આવકાર્ય છે સાથે સ્ત્રી સશકિત કરણ અંગે વુમન પોલીસ અધિકારીઓએ જાગતું ઉદાહરણ છે.

સ્કુલ, કોલેજ, કે ટયુશન કલાસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનીને કોઇ શખ્સો દ્વારા ખોટી પજવણી કરવામાં આવે તો તુરંત પોલીસ સ્ટેશનનું સંપર્ક કરવુ જોઇએ. મીઠાપુરના ઇન્ચાર્જ વુમન પી. આઇ. જાડેજા દ્વારા જણાવામાં આવ્યુ હતું કે દર વર્ષે આ પ્રકારે સરકાર દ્વારા જે સ્ત્રી શકિતકરણનો કાર્યક્રમો યોજવામાં આવે છે.

એ. એસ. પી. પ્રંસાત સૂબે દ્વારા જણાવ્યુ હતું કે સ્ત્રી સશકિતકરણ મતલબ આપણા જીવનમાં અલગ-અલગ અંગોમાં પ્રબળ હોય છે. પ્રથમ ફીઝીકલ પ્રબળ હોવો જોઇએ. આમ માનસીક તરીકે એ પ્રબળ બનો, ફાઇનાસીઅલ - ઇકોનોમીકલ પ્રબળ બનો આનાથી મહિલાઓને જાગૃતતા મળશેઅને મહિલાઓને પોતાના અધિકારો વિશે જાણવુ જોઇએ.

કાનુની સેવાઓની સામાન્ય ધારા શું છે તેના વિશે માહિતગાર રહેવુ જોઇએ. કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધીત અધિકારી સોનલબેન વ્યાસ દ્વારા મહિલાઓનાં રક્ષણ અને કાયદા વિશે માર્ગદર્શન આપેલુ હતું. સરકારી વકીલ વસોયા મેડમ દ્વારા મહિલાઓના અધિકાર અને કાયદો વિશે જાણકારી આપી હતી. અને મહિલાઓ કોઇ પણ કાર્યક્ષેત્રમાં આગળ આવી અને પોતાનું સ્થાન નકકી કરવુ જોઇએ.

આ કાર્યક્રમનું મહિલા પીએસઆઇ કે. એ. ઠાકરીયા દ્વારા પી. આઇ. એ. કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયુ હતું. કાર્યક્રમમાં ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય પ્રજ્ઞાબેન, નગરપાલીકા પ્રમુખ શ્વેતાબેન શુકલ, ફાલ્ગુનીબેન વ્યાસ, ડો. હેમાંગી તથા બહોળી સંખ્યામાં શહેરની મહિલાઓ વિદ્યાર્થીનીઓ અને અલગ અલગ મહિલા સંસ્થાના આગેવાન બહેનો હાજર રહ્યા હતાં. (પ-૮)

(12:34 pm IST)