Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

જામકંડોરણાની ઇશ્વરીયા સીમમાં જુગાર રમતા ૮ શખ્સો ૧૦ હજારની રોકડ સાથે ઝડપાયા

ધોરાજી, તા., ૧૪:  જામકંડોરણાની ઇશ્વરીયા સીમમાં જુગાર રમતા ૮ શખ્સોને ૧૦૦૬૦ રોકડ સાથે પોલીસે પકડી પાડેલ હતા.

પો.સબ ઇન્સ. એસ.વી.ગોજીયાસાના માર્ગશર્દન હેઠળ જામકંડોરણા પો.સ્ટે.ના પો.સ્ટાફના પો.હેડ કોન્સ વિજયસિંહ જાડેજા તથા પો.કોન્સ. યુવરાજસિંહ જાડેજા નાઇટ રાઉન્ડમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. વિજયસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જામકંડોરણા ઇશ્વરીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા આઠ આરોપીઓ સુનીલ વલ્લભભાઇ દેગરા (ઉ.વ.૩પ) કેતનભાઇ રામજીભાઇ સરવૈયા ખાંટ (ઉ.વ.ર૭) રહે. ઇશ્વરીયા, દિલીપભાઇ તેજાભાઇ મહીડા (ઉ.વ.૩ર) પંકજભાઇ ગોબરભાઇ મકવાણા, ભુપતભાઇ પોબાભાઇ વાળા, કાંતીભાઇ કાળાભાઇ મહીડા, ભરતભાઇ મનુભાઇ પરમાર જાતે અજા (ઉ.વ.૩ર) રહે. ઇશ્વરીયા  તથા વિજય ઉર્ફે વિજો ઓઘડભાઇ ખોડા ભરવાડ (ઉ.વ.ર૬) રહે. ઇશ્વરીયા, તા. જામકંડોરણાને પકડી પાડેલ.

જુગાર દરોડામાં રોકડા રૂ. ૧૦૦૬૦ તથા મોબાઇલ નંગ ૩ કી. રૂ. ૧પ૦૦ તથા બેટરી ટોર્ચ નંગ ર કિ. રૂ. ર૦૦ મળી કુલ રૂ. ૧૧૭૬૦ના મુદામાલ સાથે મળી આવતા જામકંડોરણા પો.સ્ટે.માં જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુન્હો નોંધેલ છે.(૪.૧)

(12:11 pm IST)