Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ભાવનગર સુરતમાં ૭ ચોરાઉ મોટરસાયકલ સાથે ૨ શખ્સો ઝડપાયા

ભાવનગર, તા.૧૪:  જીલ્લા પોલીસ અધિક્ષક  પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/જીલ્લા વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા  સુચના આપી હતી.

એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર જિલ્લાનાં શિહોર પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં શિહોર, G.I.D.C. નં.૧, ડેન્ટોબેક પાસે આવતાં હેડ કોન્સ. જીતેન્દ્દસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે, શિહોર,G.I.D.C. નં.૧માં આવેલ પાતરા મિલ બાજુથી ડેન્ટોબેક તરફ બે શંકાસ્પદ ઇસમો અલગ-અલગ મો.સા. ઉપર નીકળવાનાં છે. જે બંનેમાં એક પાસે સફેદ કલરનું નંબર વગર નું એકટીવા તથા બીજા પાસે સીલ્વર કલરનું નંબર વગરનું હિરો સ્પ્લેન્ડર મો.સા. છે.જે બંને શંકાસ્પદ વાહનો સાથે નીકળવાનાં છે. જે હકિકત આધારે વોચમાં રહેતાં.

૧. સફેદ કલરનાં નંબર વગરનાં એકટીવા સાથે ચાલક ગૌતમ ઉર્ફે ભોલો લ્/બ્ રમેશભાઇ માધાભાઇ ચૌહાણ ઉ.વ.૨૧ રહે. G.I.D.C. નં.૧, પાતરા મિલ પાછળ, ભોજાવદર વસાહત, શિહોર જી.ભાવનગર  ૨. સીલ્વર કલરનાં નંબર વગરનાં હિરો સ્પ્લેન્ડર મો.સા. સાથે ચાલક જયેશ ઉર્ફે જયુ S/O ભરતભાઇ માધાભાઇ ચૌહાણ ઉ.વ.૨૧ રહે.મુળ- ધુમડશાપીરની દરગાહ પાસે, શિહોર હાલ-રૂમ નં.૨૮૨,હરીધામ સોસાયટી, અર્ચનાસ્કુલ પાસે,વરાછા,સુરતવાળા મળી આવેલ.જે બંને પાસે સ્કુટર/મો.સા. અંગે આધાર-કાગળો માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે બંને સ્કુટર/મો.સા. તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં સ્કુટર કિ.રૂ.૪૫,૦૦૦/-તથા મો.સા. કિ.રૂ.૪૦,૦૦૦/- ગણી Cr.P.C. કલમઃ-૧૦૨ મુજબ શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.તેઓ બંને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

આ બંને ઇસમોની વારાફરતી પુછપરછ કરતાં તેઓ બંનેએ સ્કુટર આજથી દોઢેક મહિના પહેલાં શિહોરનાં પાંચવડા વસાહતમાંથી તથા મો.સા. વીસેક દિવસ પહેલાં ભાવનગર, દ્યોદ્યા રોડ,૧૪ નાળા, મફતનગર, હનુમાનજીનાં મંદિર પાસેથી ચોરી કરેલ હોવાનું તેમજ તેઓ બંનેએ મળીને સુરત શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાંથી અન્ય કુલ-૫ સ્પ્લેન્ડર મો.સા.ની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.જે મો.સા. ગૌતમ ઉર્ફે ભોલોનાં દ્યરેથી કબ્જે કરવામાં આવેલ.

આમ,ભાવનગર તથા સુરત શહેર માંથી ચોરી થયેલ કુલ-૭ સ્કુટર/મો.સા. કબ્જે કરી રૂ.૩,૨૧,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી વણશોધાયેલ વાહન ચોરીઓનાં કુલ-૦૭ ગુન્હાઓ શોધી કાઢવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને ખુબ જ મહત્વની સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ.ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પૃથ્વીરાજસિંહ ગોહિલ, કલ્યાણસિંહ જાડેજા, જીતેન્દ્દસિંહ ઝાલા, ચિંતનભાઇ મકવાણા, અજયસિંહ વાદ્યેલા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.(૨૨.૬)

(12:10 pm IST)