Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

મોરબી ત્રિપલ મર્ડરમાં ૧૨ આરોપીઓના આજે રીમાન્ડ મંગાશે : સામાપક્ષે વળતી ફરિયાદ કરી

આરોપીઓની જામીન પર હત્યાનો ભોગ બનનારનો વર્ષોથી કબ્જો હોય બંને પરિવારો વચ્ચે ચાલતુ મનદુઃખ લોહીયાળ ઘટનામાં પરિણમ્યું : બોરીયા પાર્ટી વિસ્તારમાં હુમલાના ભયથી લોકોમાં ગભરાટ : સતવારા સમાજની એ-ડીવીઝન પી.આઇ.ને રજૂઆત

તસ્વીરમાં પકડાયેલ આરોપીઓ નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

 

મોરબી તા. ૧૪ : મોરબીમાં મુસ્લિમ પિતા - પુત્ર સહિત ત્રણની મર્ડરની ઘટનામાં પકડાયેલ ૧૨ આરોપીઓને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાનાર છે. બીજી બાજુ સામાપક્ષે પણ પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે.

મોરબીમાં જમીનની જૂની અદાવતમાં મોમીન પઠાણ તથા તેના પિતા દિલાવરખાન અને અફઝલ પઠાણની કરપીણ હત્યા કરાઇ હતી. આ ત્રિપલ મર્ડરની ઘટનામાં પકડાયેલ.

આરોપી ધનજીભાઈ મનસુખભાઈ ડાભી, કિશોરભાઈ શીવાભાઈ ડાભી, પ્રવીણભાઈ શીવાભાઈ ડાભી, સંજયભાઈ નારણભાઈ ડાભી એ તમામને સારવાર માંથી રજા આપતા અટકાયત કરવામાં આવી છે તે ઉપરાંત આરોપી ભરતભાઈ નારણભાઈ ડાભી, જયંતી નારણભાઈ ડાભી, અશ્વિનભાઈ જીવરાજભાઈ ડાભી, ભરતભાઈ જીવરાજભાઈ ડાભી, કાનજીભાઈ મનસુખભાઈ ડાભી, શીવાભાઈ રામજીભાઈ ડાભી, મનસુખભાઈ રામજીભાઈ ડાભી, જીવરાજભાઈ રામજીભાઈ ડાભી રહે. બધા લીલાપરની બાજુમાં બોરિયાપાટી વાડી વાળાને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાનાર છે.

આ ઘટનામાં સામાપક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી સંજય નારણ ડાભીએ જણાવ્યું છે કે આરોપીઓ દિલાવરખાન હુશેનખાન પઠાણ, મોમીન દિલાવરખાન પઠાણ અને અફઝલ અકબર પઠાણ રહે. લીલાપર રોડ વાળાએ ફરિયાદી અને સાહેદ મોટરસાયકલ પાર ચાપાણી લેવા જતા હોય ત્યારે રસ્તો રોકી જમીનનો કેસ પાછો ખેંચી લેજો નહીંતર તમને મારવા પડશે તેમ કહી આરોપીઓએ લોખંડ પાઇપ વડે માર મારી તેમજ અન્ય આરોપીઓએ છરી વડે ઇજા કરી મોટરસાયકલમાં નુકશાન કરી ઇજા પહોંચાડી હોવાનું જણાવ્યું છે.

તેમજ ત્રીપલ મર્ડર કેસમાં સતવારા સમાજના આગેવાનોએ એ ડિવિઝન પીઆઇને લેખિત રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે બોરિયાપાટી વિસ્તારમાં બનેલ ઘટના અંગે જાણવા મળેલ છે જે વા ડી વિસ્તારમાં આજે ભયનું વાતાવરણ છે લોકો ઘરબાર છોડી જતા રહેલ છે ગમે ત્યારે સામેના પક્ષકારો નુકશાન તથા ભયજનક હુમલો કરે તેવી શકયતા હોય અને આ વિસ્તારમાં અમારા સમાજના લોકો પોતાના ઘરબાર છોડી જતા રહેલ હોય જેથી આ વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે જેથી આગેવાનોએ એવી માંગ કરી છે કે વિસ્તારમાં શાંતિ અને સુલેહ જળવાય તેમજ કાયદો જળવાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તે ઉપરાંત એવું પણ આગેવાનોને જાણવા મળેલ છે કે બનાવ સમયે હાજર ના હોય તે વ્યકિતઓના નામો ફરિયાદમાં દાખલ કરવાના પ્રયત્નો કર્યા છે જેથી ન્યાયિક તાપસ કરી નિર્દોષને સજા ના થાય તેવી યોગ્ય તાપસ કરવાની માંગ કરી છે.

ત્રિપલ મર્ડરની ઘટના પાછળ જમીનનો ડખ્ખો કારણભૂત છે. આરોપીઓની ખેતીની જમીન પર વર્ષોથી હત્યાનો ભોગ બનનારના પરિવારનો કબ્જો હોય બંને પરિવારો વચ્ચે વર્ષોથી મનદુઃખ ચાલતુ હતું. વધુ તપાસ તાલુકાના પીઅેસ.આઇ. ગોહીલ ચલાવી રહયા છે.

(11:57 am IST)