Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

અમરેલી જિલ્લામાં વધતું કોરોના સંક્રમણ : તંત્ર દ્વારા ચાવંડ ચેકપોસ્ટ શરૂ કરવા નિર્ણંય

સુરત અમદાવાદના તમામ પેસેન્જરોને ત્યાં ચકાસણી કરવામાં આવશે.

 

અમરેલી જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કેસમાં વધારો ખાસ કરીને સુરત અને અમદાવાદથી આવતા પ્રવાસીઓનું સંક્રમણને કારણે થયો હોવાથી અમરેલી વહીવટીતંત્રએ આવતીકાલથી ચાવંડ ચેકપોસ્ટ શરૂ કરવાનું કરવાનો નિર્ણય કર્યો છે.

અમરેલી જિલ્લામાં 13-5-2020ના રોજ પ્રથમ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અને જૂન મહિનો શરૂ થતાં કેસમાં સતત વધારો થયો અને જુલાઈ મહિનાના આજ સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો આશરે 200ની આસપાસ આવ્યો છે. ત્યારે અમરેલી જિલ્લા વહીવટીતંત્રએ કોરોના સંક્રમણ અટકાવવા અને કોરોના પોઝિટિવ દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે અને મૃત્યુ દર ઘટાડી શકાય તેવા હેતુસર આવતીકાલે એટલેકે તારીખ 15 જુલાઈથી ચાવંડ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવશે. ચેકપોસ્ટ પર આવનારા સુરત અમદાવાદના તમામ પેસેન્જરોને ત્યાં ચકાસણી કરવામાં આવશે. અને ચકાસણી બાદ શંકાસ્પદ હોય તે જરૂરી હોય તો તેને સીધા કોવિડ હોસ્પિટલ લઈ જવામાં આવશે જેના કારણે સંક્રમણ પણ અટકાવી શકાય અને સમયસર સારવાર મળે તો દર્દીને મૃત્યુ માંથી બચાવી શકાય। જેની માહિતી જિલ્લા કલેકટરે આજે પત્રકારો સમક્ષ આપી હતી.

(12:57 am IST)