Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

જસદણ પંથકમાં આજે વધુ 2 કોરોના પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ.

જસદણના કૈલાશનગરના મહિલા અને મોટા દડવાના લાવડીયા શેરીમાં રહેતા યુવાનને કોરોના વળગ્યો

આટકોટ : જસદણનાં કૈલાસ નગરમાં રહેતા રશીલાબેન બાબુભાઈ રોકડ ઉ.વર્ષ 42 અને મોટા દડવા ગામે લાવડીયા શેરીમાં રહેતા ભાવેશભાઇ પરસોતમભાઇ જોધાણી ઉ.વર્ષ 35 ને કોરોના પોઝીટીવ આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે.

    જસદણ પંથકમાં રોજે રોજ કોરોના કેસ આવવા લાગતા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(8:48 pm IST)