Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ધોરાજી ના જેતપુર રોડ પર નવા બનેલાં રોડમાં ગાબડાં પડતા નગરજનોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત

રોડ પર પડેલ ખાડાઓમાં નિર્દોષ નાગરિકોના જીવ જોખમાય તે પૂર્વે આ ખાડાઓ બુરી રોડ રીપેરીંગ કરવા માંગ ઉઠી

ધોરાજી : લોકો માં રોષ ધોરાજીના સરદાર ચોકથી નાગરિક બેંક અને ગેલેક્સી ચોકથી જુના ઉપલેટા રોડ તેમજ જમનાવાડ રેલવે ક્રોસીંગ અને નાગરિક બેંકથી જૂનાગઢ રોડ રેલવે ક્રોસીંગ સુધીનો રોડ નવો બનાવેલ છે અને તેની ગેરંટીમાં ટૂંક સમય હોય જેથી આ રોડ પર પડેલ ખાડાઓમાં નિર્દોષ નાગરિકોના જીવ જોખમાય તે પૂર્વે આ ખાડાઓ બુરી રોડ રીપેરીંગ કરવા માંગ ઉઠી છે.
           આ અંગે ધોરાજીના સ્થાનીક રહીશો એ જણાવ્યું હતું કે ધોરાજી માં રોડ ડામરનો હોય તે રોડ ડામરથી રીપેરીંગ કરવો અને જે રોડ સિમેન્ટનો હોય તો રોડ સિમેન્ટથી રીપેરીંગ કરવા રજૂઆત કરેલ છે.
            આ રસ્તા પર પડેલ ખાડાઓમાં અકસ્માતે કોઇ નિર્દોષ નાગરિકો જીવ જશે તો તમામ જવાબદારીઓ તંત્રની રહેશે આ અંગે ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરાઈ હોવા નૂ જણાવ્યું હતું

(7:10 pm IST)