Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ધોરાજીના જેતપુર રોડની સમસ્યાને લઈ ધોરાજીના રાજકીય અને સામાજિક આગેવાનોએ આશ્ચર્ય જનક કાર્યક્રમ આપ્યો : રસ્તો રીપેર કરવા માંગ ઉઠાવી

લોકોનો રોષ અને માગણી તંત્ર સુધી પોહચાડવા ગાંધીજીના ત્રણ વાનરોની મુદ્રામાં જેતપુર રોડ પર દેખાવો

ધોરાજી: ધોરાજી શહેરનો સતત ટ્રાફિકથી ધમધમતો જેતપુર રોડ હવે મગરમચ્છની પીઠ સમાન બની ગયો છે.ત્યારે આ રોડ સત્વરે રીપેર કરવા ભાજપ દ્વારા માગણી કરાઈ હતી. ત્યારબાદ માર્ગ મકાન વિભાગ દ્વારા કામગીરી ન થતા અંતે કોંગ્રેસ શાસિત નગરપાલિકા એ રસ્તો રીપેર કરવા પ્રામાણિક પ્રયાસ કર્યો હતો.

 

જોકે તેમછતાં લોકોની હાલાકીમાં કશો ફરક પડ્યો નથી. અને વાહન ચાલકો કે રાહદારીઓ માટે આ નબળો રોડ કાયમી માથાના દુખાવા રૂપ બની રહેતા ધોરાજી ના રાજકીય સામાજિક અગ્રણી વિઠ્ઠલ ભાઈ હિરપરા,  માજી સૈનિક ગંભીરસિંહ વાળા,અને વોર્ડ ન. ચાર ના નગરસેવક દિનેશભાઇ વોરા એ ગાંધીજીના ત્રણ વાનરોની મુદ્રામાં જેતપુર રોડ પર દેખાવો કરી જેતપુર રોડ તાકીદે રીપેર થાય તે માટે આશ્ચર્ય જનક કાર્યક્રમ આપ્યો હતો.
જોકે આ કાર્યક્રમ કોઈને નડતર થયા વિના સોશિયલ ડિસ્ટન્સ જાળવી કરાયો હતો.લોકોનો રોષ અને માગણી તંત્ર સુધી પોહચાડવા કાર્યક્રમ કરાયો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.

 

(7:01 pm IST)