Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

કાલાવડમાં પોલીસની દાદાગીરી: માસ્ક માટે રકઝક કરીને વેપારીને બેફામ માર માર્યો

જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ

કાલાવડમાં પોલીસની દાદાગીરી સામે આવી છે..કાલાવડના મુળિલા ગેઇટ પાસે કાપડની દુકાન ધરાવતા નિશાંત ઘનશ્યામ ઉદેશી પોતાની દુકાને બેઠા હતા ત્યારે પોલીસ ત્યાં આવી હતી અને માસ્ક આંગે રકઝક કરીને વેપારી સાથે ગેરવર્તન કર્યુ,જયારે પોલીસના ગેરવર્તન અંગે વેપારીએ પોલીસ પાસે ખુલાસો માંગ્યો ત્યારે પોલીસ તેને પોલીસ સ્ટેશન સુધી લઇ ગઇ હતી અને પોલીસે બેરહેમી પૂર્વક માર માર્યો હતો

.વેપારીના પિતા તેને છોડાવવા માટે ગયા ત્યારે પોલીસે  ઘનશ્યામભાઇ ઉદેશીને પણ માર માર્યો,ઇજા એટલી ગંભીર હતી તે પ્રાથમિક સારવાર કાલાવડ ખાતે લઇને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા..પોલીસે બંન્ને પિતા પુત્ર સામે ગુનો નોંધ્યો છે..વેપારી નિશાંતના કહેવા પ્રમાણે ભરતસિંહ,અશોકસિંહ,નિકુંજ અન્ય એક ટી શર્ટવાળા કોન્સટેબલ સહિતના સાતથી આઠ કોન્લટેબલ દ્રારા માર માર્યાની વાત કરી છે.

પોલીસના આ ગુંડાજેવા વર્તનને કારણે વેપારીઓમાં ભારે રોષ છે.વેપારીઓ જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે..
મહત્વનું છે કે આ અગાઉ લોકડાઉન સમયે પણ પોલીસની કરતૂત સામે આવી હતી. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(6:53 pm IST)