Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

આરોગ્ય સચિવ જયંતિ રવિ બપોર બાદ સુરેન્દ્રનગર લીંબડીની મુલાકાતે

વઢવાણ,તા.૧૪: સુરેન્દ્રનગર જિલ્લામાં જયારે દિન-પ્રતિદિન કોરોના ના કેસો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાના કેસોએ માઝા મૂકી છે ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગરની મુલાકાત પણ આરોગ્ય સચિવ જયંતિ રવિ લે તેવી સંભાવના સાથેના સમાચાર પ્રસિદ્ઘ કરવામાં આવ્યા હતા ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ તેમજ લીંબડી ખાતે આવેલ હોસ્પિટલની મુલાકાત માટે આજે બપોર બાદ પધારનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તેમજ વહીવટી તંત્ર આરોગ્ય શાખા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની હોસ્પિટલ વહેલી સવારથી સાફ-સફાઈ અને દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બપોર બાદ સુરેન્દ્રનગર શહેર તેમજ લીમડીની મુલાકાતે શ્રી જયંતિ રવિ પધારનાર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં આરોગ્ય તંત્રમાં  ભારે ખળભળાટ મચી ગયો છે.

(4:08 pm IST)