Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ખંભાળીયા કંડોરણાના કોઝ-વે ઉપર પાણી ફરી વળ્યાઃ જોખમી અવરજવરથી અકસ્માતનો ભય

ખંભાળીયાઃ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભારે વરસાદ બાદ સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. ત્યારે ગઇ કાલે ભાણવડના મોરજર દેવળીયા કબરકા ગામોમાં ભારે વરસાદના કારણે ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામના કોઝ-વે પર પાણી ફરી વળ્યાં હતા. અને હાઇવે પર ટ્રાફિકના દ્રશ્ય સામે આવ્યા હતા. તેમજ કોઝ-વે પર પાણીના ધસમસતા પ્રવાહમાં લોકો જીવના જોખમે અવર જવર કરી રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ કૌશલ સવજાણી. ખંભાળીયા)

(4:00 pm IST)