Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ભાણવડના તબીબ સાથે ૭૪ાા લાખની છેતરપીંડી કરનાર અંકલેશ્વર પંથકનો ડ્રાઇવર ઝડપાયો

ખંભાળીયા, તા. ૧૩ : નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંધ સાહેબ રાજકોટ વિભાગ - રાજકોટ તથા દેવભૂમિ  દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષકરોહન આનંદની સુચના  મુજબ દેવભૂમિ દ્વારકા  જિલ્લામાં નોવેલ કોરોના વાઇરસના (કોવીડ-૧૯) સંક્રમણને નિયંત્રણમાં લેવા જાહેરનામાંની  કડક અમલવારી કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાયબ પોલીસ અધિક્ષક હિરેન્દ્ર ચૌધરી માર્ગદર્શન હેઠળ સુચનાઓ કરેલ હોય જે અન્વયે  લોકડાઉન દરમ્યાન ભાણવડ પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ નંબર - ૧૧૧૮૫૦૦૧૨૦૦૬૪૪/૨૦૨૦ આઇ.પી.સી. કલમ  ૪૦૬,૪૨૦,૧૧૪, તથા ધી ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ફરીયાદી ડોકટર નિશીતભાઇ  રાજેશકુમાર મોદી (ઉ.વ.૨૯) રહે રણજીતપરા ભાણવડ વાળાએ જાહેર કરેલ ફરીયાદ મુજબ તેઓની  સાથે ફ્લોરિડા ઇન્ટરનેશનલ ગ્રુપ યુએસએ લિમિટેડ, શ્રી સાઈ એન્ટરપ્રાઇજ, સાઈ ટ્રેડિંગ, વાન્હે ટિંગ, સીઇઓ  લીલિયન બોલોગા તેમજ મેનેજર, પ્રેસ્ટોન જેક ઉર્ફ (પેડરો એફ. હિપોલીતો) તથા અરમાડો (નેપાલ એજન્ટ)એ  અથવા તેવા ખોટા નામનો કોઇએ ઉપયોગ કરી તેમજ ખોટી વેબસાઇટ બનાવી તેમજ આરોપીઓએ આપેલ  એકાઉન્ટમાં કુલ રૂપીયા ૭૪,૫૭,૪૦૦/- રૂપીયા ટ્રાન્સફર કરાવી ફરીયાદીશ્રી સાથે ઇલેકટ્રીક ઉપકરણોના  માધ્યમથી વિશ્વાસધાત તેમજ છેતરપીંડી કરેલ.

આગળની તપાસ શ્રી હિરેન્દ્ર  ચૌધરી (નાયબ પોલીસ અધિક્ષક) જામ ખંભાળીયાનાઓએ સંભાળી લઇ એલ.સી.બી.,  એસ.ઓ.જી., સાયબર સેલ તથા ભાણવડ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીની ટેકનીકલ  સર્વેલન્સના આધારે પકડી પાડવા પ્રયત્નો હાથ ધરતા આરોપી નરેન્દ્રભાઈ  બાલુભાઈ પ્રજાપતિ ઉ.વ.૪૦ ધંધો.ડ્રાઈવિંગ રહે. અંકલેશ્રર, નવીડિવી ગામે, રામજી ફળીયુ તા.અંકલેશ્વર,  જિ.ભરૂચવાળા અટક કરી કોર્ટમાં રજુ કરી આરોપીના દિન-૭ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરેલ છે.

(3:59 pm IST)