Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાજકોટ શહેર-જિલ્લા ભાજપને મોરબી ક્ષેત્રમાં પ્રચારની જવાબદારી

આઠેય બેઠકો માટે મુખ્યમંત્રીના બંગલે બેઠક મળી

રાજકોટ તા. ૧૪ : રાજયની ૮ વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીમાં જે તે મતક્ષેત્રના સ્થાનિક ઉપરાંત નજીકના જિલ્લાના કાર્યકરો ભાજપના પ્રચારમાં જશે. મોરબી વિધાનસભા વિસ્તારમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય ભાજપના કાર્યકરોને મોકલવાનું નકકી થયું છે. આ બેઠકના ઇન્ચાર્જ તરીકે સૌરભ પટેલ અને આઇ.કે.જાડેજા છે. દર અઠવાડીયે ગાંધીનગરમાં પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક મળે છે.

આઠેય વિધાનસભાના તમામ ઇન્ચાર્જો સાથે મુખ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ ભીખુભાઇ દલસાણીયા સહિતના આગેવાનોની પેટા ચૂંટણી સંદર્ભે ગઇકાલે મિટીંગ મળેલ હતી.

(2:47 pm IST)