Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

જુનાગઢનાં વિવિધ વિસ્તારની રેલવે ફાટકો પહોળા કરો

લોકડાઉનમાં ટ્રેનની અવર જવર ખુબ જ ઓછી છે જેના કારણે કામ કરવું સહેલું ટ્રાફિક સમસ્યા હળવી થશેઃ શકિત ચેરીટેબલ ટ્રસ્ટની રજુઆત

જુનાગઢ તા.૧૪ : જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં રેલવે ફાટકો પહોળા કરવા શકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

શકિત ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા જુનાગઢના જાગૃત નાગરિક આશિષભાઇ રાવલની યાદીમાં જણાવવામાં આવ્યું છે. જુનાગઢના બાબઆદમના વખતના રેલવે ફાટકો અપગ્રેડ કરવા જરૂરી છે. કારણ કે હાલની પરિસ્થિતિમાં કોરોના મહામારી લોકડાઉનના કારણે રેલવે ફિકવન્સી (ટ્રેન અવર જવર) ખુબ જ ઓછી છે. પશ્ચિમ રેલવે ભાવનગરની હદમાં આવતા  શહેરના રેલવે ફાટકો ટ્રાફિક સમસ્યાઓ અવાર નવાર સર્જે છે. શહેરના રેલવે ફાટકો જોશીપરા રેલવે ફાટક ગિરીરાજ રેલવે ફાટક, બસ સ્ટેન્ડ રેલવે ફાટક તળાવ રેલવે ફાટક, જલારામ સોસાયટી રેલવે ફાટક, ભુતનાથ રેલવે ફાટક,  ગાંધીગ્રામ રેલવે ફાટક વગેરે જે ખુબ જ જુના છે. ટ્રાફિક અડચણ રૂપ પણ છે. ભુતકાળમાં શહેરની મધ્યમાં આવેલ રેલવે ફાટકો જે હાલની સાઇઝ છે તેના કરતા સાઇઝમાં પહોળા કરવા તેવું પશ્ચિમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અંગે યોગ્ય કરવા માંગ કરી છે.

(12:54 pm IST)