Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

પોરબંદરમાં ટ્રક તથા નવા બનતા મકાનમાંથી ૬૪ હજારનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો

પોરબંદર તા. ૧૪ : ખાપટ વિસ્તારમાં પોલીસે ટ્રકમાંથી રૂ. ૫૭,૬૦૦નો દારૂ તેમજ નવા બનતા મકાનમાંથી રૂ. ૭૨૦૦નો દારૂ મળી કુલ ૬૪૮૦૦નો દારૂ પકડી પાડેલ છે. ચેકીંગ દરમિયાન આરોપી નરબત ખીમાભાઇ ખીસ્તરીયા અને રાજુ અરજનભાઇ ખીસ્તરીયા બંને નાસી ગયેલ છે.

જુનાગઢ રેન્જમાં દારૂ-જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંગ પવાર દ્વારા એક ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અન્વયે પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક રવિ મોહન સૈની દ્વારા દારૂ-જુગારના વધુમાંવધુ કેસો કરવાની સુચના કરવામાં આવેલ જે અનુસંધાને પેરોલ/ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહિલના માર્ગદર્શન હેઠળ દારૂ- જુગારના કેસો શોધી કાઢવા પેરોલ ફર્લો સ્કોડનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતા અને નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન પેરોલ/ફર્લો સ્કોડના પોલીસ કોન્સ. તથા એસ.ઓ.જી. ના પો.હેડ કોન્સ. કિશનભાઇ ગોરાણીયાને મળેલ ચોકકસ હકિકત આધારે પોરબંદર ગાયત્રીમંદિર પાસે રવિપાર્કમાં રહેતા નરબત ખીમાભાઇ ખીસ્તરીયા તથા રાજુ અરજનભાઇ ખીસ્તરીયા રહે. ખાપટ પોરબંદર વાળાઓ ટ્રક નંબર- જી.જે.-રપ-ટી-૯૦ર૭માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી હાલ ભારતનગર ખાપટમાં નરબત ખીમા ખીસ્તરીયાના નવા બનતા મકાન પાસે હેરાફેરી કરે છે. તેવી હકિકત આધારે રેઇડ કરતા હકિકત વાળી જગ્યાએથી ઉપરોકત નંબર વાળી ટ્રક મળેલ તેમાંથી તથા ટ્રકની બાજુમાં નરબત ખીમા ખીસ્તરીયાનું નવુ મકાન બનતુ હોય તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ છે.

પોલીસે ટ્રક નંબર- જીજે-૨૫-ટી-૯૦૨૭ માંથી રોયલ સ્ટગ વ્હિસ્કી દારૂની ૭૫૦ એમ.એલ.ની કંપની સીલપેક કાચની બોટલો નંગ-૧૪૪ બાચકા નંગ-૧૨ કિં. ૫૭૬૦૦ તથા ટ્રક કિં. ૪૦૦૦૦૦ તેમજ નરબત ખીમાભાઇ ખીસ્તરીયાના નવા બનતા મકાનના રૂમમાંથી મેકડોવેલ વ્હિસ્કી દારૂની ૭૫૦ એમ.એલ.ની કંપની સીલપેક કાચની બોટલો નંગ-ર૪ બાચકા નંગ-ર કિં. રૂ. ૭૨૦૦નો મળી આવેલ.  કુલ બોટલો નંગ- ૧૬૮ કુલ ગ્રા. ૬૪૮૦૦ તથા ટ્રકની કિં. રૂ. ૪,૦૦૦૦૦ મળી કુલ રૂ. ૪,૬૪,૮૦૦નો મુદામાલ કબ્જે કરી બંને હાજર નહીં મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ કલમ-૬૬(૧)બી, ૬પઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(ર) મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.

આ કામગીરી એચ.સી.ગોહિલ પીએસઆઇ પેરોલ/ફર્લો સ્કોડ તથા પેરોલ/ફર્લો સ્કોડના હેડ કોન્સ. પિયુષભાઇ બોદર તથા કોન્સ્ટેબલ પ્રકાશભાઇ નકુમ તથા કોન્સ. દેવેન્દ્રસિંહ ગોહિલ તેમજ એસ.ઓ.જી.ના હેડ કોન્સ. કિશનભાઇ ગોરાણીયા તથા મહેબુબખાન બેલીમ તથા કોન્સ.  સમીરભાઇ જુણેજા તથા વિપુલભાઇ બોરીચા તથા સંજયભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ છે.

(12:48 pm IST)