Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાણાવાવમાં વરલી જુગાર રમતો યુવાન ૧૦ હજારની રોકડ સાથે ઝડપાયો

પોરબંદર,તા.૧૪: રાણાવાવમાં વરલી મટકાના આંકડા લઇ જુગાર રમતા મહમદ ઇસ્માઇલ હાલ પોત્રાને પોલીસે ૧૦,૨૩૦ રોકડ સાથે પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જમાં દારૂ-જુગારની બદીને સદંતર નાબૂદ કરવા માટે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહા નિરિક્ષક મનિન્દરસિંગ પવાર દ્વારા ઝુંબેશનું આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા સઘન કામગીરી કરવા માટે કરેલ સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એસ.ઝાલા તથા સ્ટાફના ડી.પી.વરુ,સી.ટી.પટેલ, હિમાન્શુભાઈ વાલાભાઈ, સંજયભાઈ વાલાભાઈ, કાનાભાઈ કરંગિયા તથા રાજાભાઈ નવઘણભાઈ વગેરે સ્ટાફ દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ડી.પી.વરૂ તથા પો.કોન્સ.રાજાભાઈ નવઘણભાઈને સંયુકત રીતે બાતમી રાહે હકિકત મળેલ કે રાણાવાવ સ્ટેશન વિસ્તારમાં મહંમદ ઈસ્માઈલ હાલેપોત્રા વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડે છે તેવી હકીકત આધારે પંચો સાથે રેઇડ કરી મજકુર ઈસમને રોકડા રૂપિયા ૧૦,૨૩૦/- તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડી તેનાઙ્ગ વિરુદ્ઘ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(12:55 pm IST)