Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ગોંડલ જેલમાં કોરોના : દર્દીનો રિપોર્ટ પોઝીટીવ

તસ્વીરમાં ગોંડલ સબ જેલ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ, તા. ૧૪ :  ગોંડલ જેલમાં કોરોના પોઝીટીવ કેસ આવતા દોડધામ મચી ગઇ છે.

ગોંડલ સબ જેલમાં એક કેદીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

શાપર પ્રોહીબીશનના આરોપી કમલેશ કેશુભાઇ ડાંગર બે દિવસ પહેલા પેરોલ પર પરત આવતા રિપોર્ટ કરાવ્યો હતો.

રાજકોટ ખાતે કોરોના રીપોર્ટ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

(12:46 pm IST)