Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

જામનગરમાં બિલ્ડર પર ફાયરીંગ પ્રકરણમાં ચાર આરોપીઓ ઝડપાયા

કુખ્યાત રજાક સોપારીની સંડોવણીઃજેલમાં થયેલ મિત્રતા બાદ રજાકે તેના ભાઈ મારફતે આરોપીઓને દોઢ કરોડની સોપારી નક્કી કરી

જામનગર, તા.૧૪:  થોડા દિવસો પહેલા બિલ્ડર પર થયેલ ફાયરીંગ પ્રકરણમાં પોલીસે ૪ આરોપીઓને ઝડપી પડ્યા છે..આ ફાયરિંગ પ્રકરણમાં જામનગરના કુખ્યાત રજાક સોપારીની સંડોવણી પણ ખુલવા પામી છે.એક આરોપી સાથે જીલ્લામાં જેલમાં થયેલ મિત્રતા બાદ રજાકે તેના ભાઈ મારફતે આરોપીઓને દોઢ કરોડની સોપારી નક્કી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.ત્યારે આ સમગ્ર સોપારી પાછળ ભૂમાફિયા જયેશ પટેલનું નામ પણ ખુલ્યું છે.

જામનગરમાં ત્રણ જુલાઈના રોજ લાલપુર ચોકડી પાસે બિલ્ડર ગીરીશ ડેર પર અજાણ્યા ત્રણ સખ્સોએ ફાયરિગ કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો...આ ફાયરિંગની ઘટનાને લઈને સનસનાટી મચી જવા પામી હતી દરમિયાન અમદાવાદ ATSના ટીમે આ પ્રકરણમાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ હિતેશ ઉર્ફે હિતુભા ભગતસિંહ ઝાલા, સંજય બારડ અને પ્રવીણ ઉર્ફે વાળા નામના સખ્સોને પકડી પાડી જામનગર પોલીસના હવાલે કરાયા હતા. જામનગર પોલીસે ત્રણેય આરોપીઓને આઠ દિવસના રિમાન્ડ પર લીધા છે....ત્યારે આ સોપારીમાં સંડોવાયેલા જશપાલસિંહ જાડેજાને પણ જામનગરની LCBએ ઝડપી પાડ્યો છે.

જમીન પ્રકરણમાં મુખ્ય આરોપી એવા જયેશ પટેલ, કુખ્યાત રજાક સોપારી અને હિતુભા ઝાલા તેમજ જશપાલસિંહ જાડેજા વચ્ચે વર્ષ ૨૦૧૬માં જેલમાં મુલાકાત થઇ હતી.જયાં ક્રિષ્નાપાર્ક વાળી જમીનનો લોચો પડ્યો હોવાનું જણાવતા રજાકે તેના ભાઈ હુશેન દાઉદ મારફતે હથિયાર મોકલાવ્યું હતું.જે હથિયાર હિતુભાને સપ્લાય કરવામાં આવ્યું હતું.જેના સહારે હિતુભા અને અને અન્ય આરોપીએ આ સમગ્ર બનાવને અંજામ આપ્યો હતો.જેને લઈને જયેશે દોઢ કરોડનો સોપારી પણ નક્કી કરી હતી.એડવાન્સ પેટે ત્રણેય સખ્સોને એક લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હોવાનુ સામે આવ્યું છે.ત્યારે ત્રણેય શખ્સો ૧જુલાઇના જ જામનગર આવી ગયા હતા..અને હોટેલમાં રોકાયા હતા.વારદાત બાદ હિતુભા સહિતના બધા લોકો અલગ અલગ પડી ગયા હતા.દરમિયાન આરોપીઓ નેપાળ ભાગી જવાની ફિરાકમાં હોવાની વાત ધ્યાને આવતા ખ્વ્લ્ના આ અંગે જાણ કરવામાં આવી હતી... જેને લઈને એટીએસની ટીમે આરોપીઓને દબોચી લીધા હતા. બાદમાં આ આરોપીઓનો જામનગર ન્ઘ્ગ્એ કબજો મેળવી કોર્ટમાં રજૂ કર્યા હતા. જયાં કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજુર કરતા આરોપીઓને રિમાન્ડ પર લેવાયા છે. હાલ ત્રણ શૂટર ઉપરાંત જસપાલસિંહ જાડેજાની પણ જામનગર પોલીસે ધરપકડ કરી લીધી છે.જયારે રજાક અને તેના ભાઈ તેમજ જયેશ સુધી પહોચવા કવાયત આદરવામાં આવી છે.(તસવીરઃકિંજલ કારસરીયા જામનગર)

(12:45 pm IST)