Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

કોડીનાર શિંગોડા ડેમ સાઇટ ગીરમાં ૩.૫ ઇંચ વરસાદ

કોડીનાર તા.૧૪ : ઙ્ગકોડીનાર પંથકને પાણી પૂરૃં પાડતું શિંગોડા સિંચાઈ યોજના ડેમ સાઈટ ગીર વિસ્તારમાં છેલ્લે ૨૪ કલાક માં ૩.૫ ઇંચ વરસાદ પડતાં ડેમમાં ૨ ફૂટ નવા નીરની આવક થઈ છે.

જયારે નવા નીર આવતા તાલુકામાં ખુશીનો માહોલ સર્જાયો છે. ડેમ સાઈટ પર મોસમનો કુલ વરસાદ ૬૫૮ મીમી નોંધાયો છે.

(11:45 am IST)