Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

પોરબંદરના સાંસદ કિર્ગીસ્તાનમાં લોકડાઉનમાં ફસાયેલા ઉપલેટાના વિદ્યાર્થીને ભારત લાવવામાં સફળ

ઉપલેટા તા. ૧૪: ઉપલેટાના દિપકભાઇ રામાણીનો પુત્ર રાજ કિર્ગીસ્તાનમાં એમબીબીએસ નો અભ્યાસ કરતો હતો તે કોરોનાને કારણે લોકડાઉનમાં ત્યાં ફસાઇ ગયો હતો ત્યાંની હોસ્ટેલમાં ત્યાં રહેવા જમવા સહીતની મુશ્કેલીને કારણે ડીપ્રેશનમાં આવી ગયો હતો આવવાની કોઇ ફલાઇટ મળતી ન હતી તેનો પરિવાર પણ ચિંતામાં મુકાઇ ગયો હતો તે બાબતે દિપકભાઇએ તેમના મિત્ર અને ઉપલેટા પ્લાસ્ટીક એશોસીએશનના પ્રમુખ રવીભાઇ માકડીયાને વાત કરી તેમણે તાત્કાલીક સાંસદ રમેશભાઇ ધડુકને વાત કરી અને તેમને મળવાનો સમય માંગ્યો ત્યારે રમેશભાઇએ કહેલ કે આ પરિસ્થિતિમાં તમારે અહિંયા નથી આવું હું પોતે જ ઉપલેટા આવું છું અને તેઓ સામેથી વિદ્યાર્થીના પિતા દિપકભાઇને ઘેર આવી તમામ વિગત જાણી તાત્કાલીક દિલ્હી ઓફિસે ઇમેલ કરી રજુઆત કરી બે દિવસમાંજ ફસાયેલા રાજ રામાણીને ભારત લઇ આવવામાં સફળતા મળી હતી.

ઉપરોકત બાબતે દિપકભાઇ રામાણીએ આવા પહાડ જેવા મોટા દુઃખમાં સાથ સહકાર આપનારા રમેશભાઇ ધડુક, ડો. નિમેષભાઇ ધડુક, ફેનીલકુમાર, નિતીનભાઇ અઘેરા, ગોપાલભાઇ ઝાલાવડીયા, ઓમકાર એપાર્ટમેન્ટ સભ્યો સગા સંબંધી મિત્રો તમામનો આભાર માનેલ હતો.

(11:45 am IST)